પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૭૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુકેતુની મૂંઝવણ:૩૬૫
 


અનુભવતા યુવરાજને છેલ્લું ભાન એટલું જ રહ્યું કે તેને પાછો તેના ઘાસિયા ઉપર દેવીએ બેસાડ્યો. તે બેસી શક્યો નહિ. ઢળી પડતાં તેણે સુકેતુનો અવાજ સાંભળ્યો : ‘યુવરાજ, યુવરાજ !' સ્વપ્ન પછીની ગાઢ નિદ્રામાં યુવરાજ સૂતો. પરંતુ સુકેતુ એક છલંગ મારી ધર્મશાળાના દ્વાર પાસે આવી ઊભો. કોઈ સ્ત્રીનું વસ્ત્ર તેના હાથમાં આવ્યું. પરંતુ એક સર્પની સફાઈથી એ સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. સુકેતુ ફરી અંદર આવી યુવરાજને જગાડવા મથન કરી રહ્યો. સૈનિકો પણ જાગ્રત થઈ ગયા. સહુને કોઈ મીઠા ઓથારે નિદ્રામાં દબાવ્યા હોય એવો ભાસ થયા કરતો હતો. ‘શું થયું ?’ એક સૈનિકે પૂછ્યું. ‘યુવરાજને કોઈએ બેભાન બનાવ્યો છે.' સુકેતુએ કહ્યું. ‘કોણ હશે ?’ ‘કોઈ સ્ત્રી.’ ‘હવે ?’ ‘વિશ્વઘોષનો હું વધ કરીશ.’ પ્રભાત પહેલાં સૈન્યનો એકાદ ભાગ આવવાનો સંભવ હતો. ‘કેવી રીતે ?’ એક સૈનિકે પૂછ્યું. તેને ઉત્તર ન આપતાં સુકેતુ બોલ્યોઃ યુવરાજને બેભાન બનાવનાર સ્ત્રી આટલામાં જ હશે. તેને પકડો.' સૈનિકો બાગમાં દોડ્યા. અંધારી રાત્રી હતી. સૂતેલા સાધુઓ અને અન્ય મુસાફરો પણ જાગ્રત થયા અને પૂછપરછ કરવા લાગ્યા. કોઈ માણસ બેભાન બની ગયાની વાત સાંભળી કૈંક ભાવિકોએ કહેવા માંડ્યુંઃ ‘માતાને કૂટું પડ્યું હશે. માનતા માનો અને માને શરણે જાઓ.’ સૈનિકો આખો બગીચો અને ધર્મશાળાઓ જોઈ વળ્યાં. કોઈ સ્ત્રી ત્યાં દેખાઈ નહિ. પ્રભાત થવા આવ્યું અને વિશ્વઘોષનું ગુરુદ્વાર ખુલ્લું થયું. પ્રથમ જ સુકેતુ દ્વારમાં ધસ્યો. વિશ્વઘોષની પાસે એક શાન્ત સેવાવ્રતધારી સાધ્વી નીચાં નયને ઊભી હતી. વિશ્વઘોષને જોતાં જ સુકેતુ ચમક્યો. ‘આ તો પેલો અવન્તિવાળો માન્ત્રિક !' સુકેતુના હોઠ ઉપર વાક્ય આવી અટકી ગયું. સાધ્વીનું મુખ પણ તેને પરિચિત લાગ્યું. સુકેતુ તરફ વિશ્વઘોષે જરા દૃષ્ટિ કરી. એ દૃષ્ટિમાં વિજેતાનો ગર્વ સુકેતુને દેખાયો. કદાચ એ તેની ભ્રમણા પણ હોય. એક પછી એક સહુ