પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨ : ક્ષિતિજ
 

________________

તેણે માનપૂર્વક કાન શરૂઆતમાં ભ્રમ રેખ ૨૨ઃ ક્ષિતિજ સલક્ષ ક્ષમાનું મુખે નિહાળવામાં રોકાયો હતો. તેણે ધ્યાન માંડ્યાં. તેને પણ કોઈ અપાર્થિવ નાદ સંભળાયો, શરૂઆતમાં ભ્રમ લાગતો એ નાદ ઘેરો બનતો જતો હતો. ‘સુબાહુનું વહાણ ઊપડ્યું.... ક્ષમા બોલી. ‘ભલે ઊપડ્યું. આપણે સલામત છીએ. એક યોજન દૂર આવી ગયા છીએ.' શંખનાદ એક યોજના જેટલે દૂરથી સંભળાય છે. નહિ?” ‘તેથી શું?' આપણે હમણાં જ વાંકમાં વળી જઈશું. આપણને કોઈ જોઈ શકે એમ નથી.... ક્ષમાએ કહ્યું. સરિતા અને સાગરનો સંગમ એક ભવ્ય દ્રશ્ય છે. સમુદ્રને ભેટતાં સરિતા પણ સમુદ્રની વિશાળતા ધારણ કરવા મથે છે. કુશળ નાવિકોએ સમુદ્રમાંથી નદીમાં હોડીઓ વાળી. હવે ક્ષમા, તું સૂઈ જા.' સુલક્ષણે કહ્યું. ‘સૂઈ જાઉ? કેમ ?” ‘તને થાક લાગ્યો હશે.” મને થાક લાગશે તે દિવસે હું રોમ પાછી વળીશ.” એમ નહિ. થોડો આરામ લઈશ તો હરકત નથી. હું જાણું છું. હવે ભય નથી. ખરે ક્ષમાને થાક લાગ્યો હતો. તેને નિંદ્રાની જરૂર હતી. ક્ષમા ભયને ઓળખતી ન હતી. ક્ષમાનો કાફલો છિન્નભિન્ન થયો હતો છતાં તેની ક્ષમા વિહળ બની નહોતી. પરંતુ દેહને મર્યાદા છે. તેને વિશ્રાંતની જરૂર પડે છે. અને સગવડ હોય તો તે વિશ્રાંત મેળવી પણ લે છે. હોડીના ભાગને મસ્તક ટેકવી ક્ષમાએ આંખ મીંચી. “ઠીક સૂઈ જા.' સુલક્ષે કહ્યું. એટલે ? પથારી તો નથી પાથરવાની ને ? ક્ષમાએ આંખો મીંચેલી રાખી પૂછ્યું. “એની વે વાર નહિ લાગે. સાધન બધાય છે.” અહીં નહિ. પણ માથું તો નીચે ઢાળ.” “ક્યાં ઢાળું ?' મારા ખોળામાં.' સુલક્ષે કહ્યું.