પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬:ક્ષિતિજ
 


કોઈ વિશ્વષોષને નમસ્કાર કરી પછાં વળતાં હતાં. પરંતુ કેતુ વગેર નમસ્કાર કર્યો ઊભો જ રહ્યો. ‘સુકેતુ, ઊભા રહેવાની જરૂર નથી. મારી પાસે આવી બે વિશ્વઘોષે કહ્યું. વિશ્વઘોષનું સામીપ્ય પણ સુકેતુને ભયભર્યું લાગ્યું. ‘મારે કાંઈ કહેવું છે.’ સુકેતુએ સહજ ઝીણી આંખ કરી કહ્યું. ‘આ બધાંને જવા દઈએ.' વિશ્વઘોષ બોલ્યા. થોડીવારમાં વિશ્વઘોષનાં દર્શને આવેલી જનતા વેરાઈ ગઈ. વિશ્વઘોષ, તેની પાસે ઊભેલી શ્વેતાંબરી સાધ્વી અને સુકેતુ એ ત્રણ જણ એકલાં રહ્યાં. ‘મને એ સહેલામાં સહેલા પ્રયોગો લાગ્યા છે. મારી મૈત્રી મેળવી હોત તો મોટું સૈન્ય લઈ આવવાની તારે જરૂર ન પડત.’ ‘સાગર અને સરિતામાં ઝેર ભરવાં હશે !' સાગરમાં હજી હું સફળ નથી થયો. સરિતાઓ મારે વશ થઈ શકે છે.’ ‘કહે, શું કહેવું છે ?’ વિશ્વઘોષે પૂછ્યું. યુવરાજને કેમ બેહોશ કર્યો ?' સુકેતુએ જરા કડકાશથી પૂછ્યું. ‘માલવ પ્રદેશ યાદ કર. ત્યાં તેં જે ન થવા દીધું તે હું અહીં કરી લઈશ.’ ‘શું મેં ન થવા દીધું ?’ ‘માલવરાજ અને એની પ્રજાનું પંથપરિવર્તન.' “વિષપ્રયોગો કરીને ?' આપ્યો. પણ આ માર્ગ લેવાનું કારણ ?’ ‘બુદ્ધ ભગવાનની અહિંસા.' બહુ જ શાન્તિથી વિશ્વઘોષે જવાબ ‘બુદ્ધ ભગવાનનું નામ લાજે છે !’ ‘ઓ મૂર્ખ, તું હજી મને ન સમજી શક્યો. લાખો માનવીઓ સંઘરતાં તમારાં યુદ્ધ કરતાં માત્ર સો પાંચસોનાં મૃત્યુ શું વધારે પડતા લાગે છે ?' ‘એ સો પાંચસો નિર્દોષ માનવીઓ ને ?’ ‘સંદોષ અને નિર્દોષ માત્ર સાપેક્ષ શબ્દો છે. બાકી જગતમાં જન્મ હોવો એ જ દોષમયતા છે. હું ગમે તેને મારતો નથી. મહત્ત્વ શોધી હું મારા પ્રયોગોની દોરવણી કરું છું.’ ‘એટલે ?’