પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુકેતુની મૂંઝવણ:૩૬૭
 

‘તું હવે મારા કબજામાં છે એટલે તને કહેવામાં હકત નથી.’ ‘હું કબજામાં ? તમારા ?' ‘ા. સંભવ છે કે તને મારી યોજના સમજાય અને તું બૌદ્ધ બની જાય.’ ‘એથી શો લાભ ?’ ‘આખું જગત બૌદ્ધ માર્ગ સ્વીકારે.’ ‘પછી ?’ ‘એક જ - અહિંસામય ધર્મ, એટલે પરમ શાન્તિ, નિર્વાણના માર્ગે સરળતાભર્યું પ્રયાણ...' વિશ્વઘોષની આંખ ઊંડું ઊંડું નિહાળતી હતી. ‘મને કબજે કરી આપ આ બધું સાધ્ય કરવાના ?’ ‘તું બચી ગયો...’ હસીને વિશ્વઘોષે કહ્યું. ‘શી રીતે ?’ કહ્યું. સુકેતુની પૂવસ : ૩૬૩ ‘તું જાગ્રત હોત તો અત્યારે જીવતો ન હોત.' ‘હવે ?’ ‘હરકત નહિ, યુવરાજ બેહોશ છે, ખરું ને ?' ‘હા માટે જ હું આવ્યો છું.' ‘હવે તારાથી ખસાય એમ નથી.' ‘યુવરાજને છોડી હું આગળ જઈશ.' ‘માલવ સૈન્ય નહિ આવે.’ ‘સુબાહુને તમે ભૂલશો નહિ.' ‘એ છોકરો મને સમજાતો નથી.' અને આપ એટલું ન ભૂલશો કે આ ક્ષણે હું તમને નિર્વાણપદે પહોંચાડી દઈશ.' સુકેતુએ કમરમાંથી ખંજર કાઢ્યું. સાધ્વીએ ઊંચે જોયું અને વિશ્વઘોષે સ્મિત કર્યું. ‘તું એમ માને છે કે મૃત્યુને રમાડનાર હું મૃત્યુથી ડરું છું ?’ વિશ્વઘોષે ‘મૃત્યુને તો હું પણ રમાડું છું, આપણે બંને જોઈએ કે મૃત્યુ કોને વશ કરે છે ?' સુકેતુએ ખંજર તરફ દૃષ્ટિ કરી કહ્યું. ‘મારું કાર્ય તો મારા મૃત્યુ પછી પણ ચાલ્યા જ કરશે. મને બીજો અવતાર પણ મળશે. પરંતુ મને માર્યાથી તું એક ભારે મુશ્કેલીમાં આવી પડીશ.'