પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮:ક્ષિતિજ
 


‘શી ?' માલવ શકશે નહિ.' યુવરાજની આ મોહિનદ્રા મને માર્યા પછી કોઇ જ ટાળી સુકેતુ જરા ગૂંચવાયો. માલવ યુવરાજનું રક્ષણ તેણે માથે લીધું હતું. યુદ્ધનું જીવન અનિશ્ચિત ખરું, પરંતુ માલવ મહારાણીને તેણે વચન આપ્યું હતું કે ઃ ‘સુકેતુ જીવશે ત્યાં લગી યુવરાજ નિર્ભય રહેશે.' સુકેતુ જીવતો હતો છતાં યુવરાજનું જીવન ભયભર્યું બનતું હતું. ‘યુવરાજને તમે માર્યો કેમ નહિ ?' સુકેતુએ પૂછ્યું. ‘એને મારું તો મારા હાથથી બહાર જાય.’ નથી.' ‘બીજું કોઈ જ નિદ્રા નહિ ટાળે ?’ ‘હશે : એકાદ વ્યક્તિ આખા જગતભરમાં. પણ એ તને જડે એમ ‘જગત મારે માટે બહુ મોટું નથી.’ ‘કરી જો પ્રયત્ન.’ ‘અને અફળ નીવડું તો ?’ ‘તું બૌદ્ધ બની જા. યુવરાજને તે ક્ષણે હું સાજો કરી દઈશ.’ ‘અને નહિ તો ?’ ‘યુવરાજ જીવનભર આમ નિદ્રિત રહેશે... જો બે વર્ષની જીવન અવધ વટાવશે તો.’ ‘મારું સૈન્ય પાસે જ છે એ ભૂલશો નહિ.’ ‘સૈન્ય ? રમકડાંની મને બીક હોય તો ને ?’ ‘આ મઠ, મંદિર અને આખું શકસ્થાન હું ઉજ્જડ કરી નાખીશ.’ મઠની અનેક શાખાઓ છે. જ્યાં જ્યાં આવી સાધ્વીઓ મળશે ત્યાં ત્યાં ત્રિપુરસુંદરીનાં મંદિરો ઊભાં થશે. અને શકસ્થાન સિવાયની દુનિયા નાની નથી.' ‘છતાં તમે તો નહિ જ બચો.’ ‘હું મારા અનેક શિષ્યોમાં જીવતો છું.' ‘વારુ. એ જીવન આજથી મારા બંધનમાં છે. આ સ્થાનની બહાર નીકળશો તો મારા સૈનિકો તમને કાપી નાખશે.’ ‘કેટલા સૈનિકો છે ? ચાર ને ?’ ‘પ્રભાત પહેલા અડધું સૈન્ય તો આવી અહીં ગોઠવાઈ ગયું છે.’