પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધુમિલન:૩૭૧
 

‘ચાલ. હું આવું.’ સૈન્યમાં બેત્રણ દિવસથી આવી અગમ્ય જ શક્તિઓ આ પ્રદેશમાં ફરતી હોવાની વાત ધીમીધીમી ચાલ્યા જ કરતી હતી. દિવ્ય કે ભયંકર સંગીત, દિવ્ય કે ભયંકર દૃશ્યો, રૂપાળી ભયંકર કૃત્યાઓ ઃ એ સઘળી વહેમ વધારી સૈન્યનું ધૈર્ય વગર યુદ્ધે ઓગાળનારી વાતો સંભળાયા કરતી હતી. એની તપાસ માટે એણે વિશ્વાસપાત્ર ગુપ્તચરોને સૂચના આપી રાત્રે રોક્યા હતા. એ ગુપ્તચરો પણ એ કલ્પનાના ભોગ થઈ પડે તો સુકેતુએ જાતે જ ભેદ ઉકેલવો રહ્યો. બંધુમિલનઃ ૩૭૧ સુકેતુએ શસ્ત્ર સજ્યા. એ અને ગુપ્તચર બંને ચાલી નીકળ્યા. મધ્યરાત્રી વીતી ગઈ હતી અને ચંદ્રનું આછું અજવાળું મેદાન તથા ટેકરીઓ ઉપર છવાઈ રહ્યું હતું. દૂરદૂર રેતીના ઊંચા ઢગલા પાછળ સમુદ્ર ગર્જતો હતો. એક ટેકરીમાંથી હાસ્યનો પડઘો સંભળાયો. સુકેતુને પણ જીવનમાં પહેલી જ વાર આછો કંપ થયો. યુવરાજને મૃતપ્રાય કરી નાખી અને આખા સૈન્યને શક્તિહીન કરવાની કોઈ યોજના વિશ્વઘોષ રચી રહ્યો હોય એમ કંપ સાથે તેને સમજાયું. ‘ભય લાગે છે ?’ સુકેતુએ પૂછ્યું. ‘હા જી.’ ગુપ્તચરે જવાબ દીધો. ‘તને ? નવાઈ જેવું.’ ‘જીવનમાં આજે પહેલી જ વાર ભય અનુભવું છું.’ ‘મૃત્યુનો ભય લાગે છે ?’ ‘જરાય નહિ; આપ જાણો જ છો.’ ‘ત્યારે શાનો ?’ ‘અગમ્ય દૈવી કે આસુરી સત્ત્વો અહીં રમી રહ્યાં છે.’ ‘મેં જોયાં ?’ ‘ા. પછી જ હું કહેવા આવ્યો.’ ‘કોને જોયાં ?’ ‘જોગણીઓને.’ ‘પેલી ટેકરી પાછળ એ જોગણીઓનું હાસ્ય સંભળાય છે, નહિ ?' ‘ા. જી.’ ‘તું અહીં ઊભો રહે. મારો ભય ટળી ગયો છે. હું પ્રત્યક્ષ જોગણીઓની પાસે જાઉં, પ્રભાત થતાં ન આવું તો આગળ વધજે.' ‘આપને એકલા છોડું ?'