પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૨:ક્ષિતિજ
 


‘ભયત્રસ્તને હું મારી જોડે કેમ રાખી શકું ?' હું સાથે જ આવું છું. આપના સંગમાં મારો ભય ગયો છે. બંને આગળ વધ્યા. હાસ્ય ક્યારનુંયે અટકી ગયું હતું. પરંતુ તેને સ્થાને કંકણ અને નૂપુરના આકર્ષક ઝણકાર સંભળાતા હતા. એકાએક ગીત સંભળાયું. ટેકરી આગળ જ બંને જણ સહજ અટક્યા. ટેકરીની પાછળ મેદાન અને દરિયે ગીત ઝીલવા લાગ્યાં. રાત્રીની શાન્તિમાં મીઠું ગીત અપાર્થિવ લાગ્યા કરતું હતું. સુકેતુએ વારંવાર પોતાની જાગૃતઅવસ્થા વિષે ખાતરી કરી લીધી. ગીતનો રણકાર મૂછપ્રેરક હતો. સુકેતુને પણ લાગ્યું તે ગીત પૂરું થતા પહેલાં તેને નિદ્રા આવી પણ જાય. વધારે સાવધાનીથી તે ટેકરી ઉપર ચઢ્યો. તેનો ગુપ્તચર પણ સુકેતુને નિહાળી ધૈર્ય ધરી શક્યો હતો. એકલ માનવીનો ભય બે માનવી ભેગા થતાં લગભગ નિર્મૂળ થઈ જાય છે. આડે આવતી ટેકરાની એક મોટી શિલાની પાછળ ઊભા રહી બંનેએ જોયું તો થોડી યુવતીઓ ગોળાકૃતિમાં ગાતી ફરતી હતી; કાણાં પાડેલા મૃત્તિકાના ઘડામાં દીવો ઝગમગ થતો હતો, અને ચૂંદડી પહેરેલી છૂટા વાળવાળી યુવતીઓના પડછાયાને આ દીવાની જ્યોત ટેકરી પા૨ દરિયા સુધી મોકલી દેતી હતી. પ્રત્યેક યુવતીના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ભયાનક ખોપરી હતી. એ ત્રિશૂળ અને ખોપરી ફરતી યુવતીઓના અદ્ભુત સૌંદર્યને ભયાનક બનાવી રહ્યાં હતાં. તેમનું ગીત અને ગરબાનો અભિનય બીભત્સપણાની લગભગ આવી જતાં હતાં. આખું દૃશ્ય ભય પમાડતું ન હોત તો ખુલ્લું વિકારપ્રેરક જ લાગ્યું હોત. યુવતીઓના સુંદર મુખ ઉપરનું એકતાનભર્યું ગાંભીર્ય, અભિનયની બીભત્સતા સાથે ખરેખર અસંગત લાગતું હતું. એવા અભિનયની પાછળ હાસ્ય હોય, મસ્તી હોય, મશ્કરી હોય અને સ્ત્રીસુલભ તોફાન હોય - જૈન પુરુષોને ભાગ્યે જ ખ્યાલ હોય છે. ગરબાની ધમક બહુ બળ માગી લે છે, નશા વગર આટલું જોરદાર ગીત ગવાય કે કેમ એની સુકેતુને શંકા ઊપજી. કે તે સાથે જ ગીત બંધ પડ્યું અને બંને છૂપા આવેલા પુરુષોનો હૃદયધડકાર બંધ પાડે એવું એક સામુદાયિક અટ્ટહાસ્ય સંભળાયું. ગુપ્તચરે સુકેતુનો ખભો પકડી લીધો. ભયથી તેના દાંત કકડી ઊઠ્યા. સુકેતુએ ભાન બાજુએ મૂક્યું, રક્ષણ બાજુએ મૂક્યું અને દૈવી સત્ત્વોની સામે ઊભા રહેવાની કઠોરતા ધારણ કરી. ગુપ્તચરે તેને પાછો ખેંચ્યો છતાં તે ટેકરીની શિલા ઓળંગી યુવતીઓની વચમાં કૂદી પડ્યો. યુવતીઓનું હાસ્ય એકાએક અટકી ગયું. ગુપ્તચર પણ જીવ હાથમાં