પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધુમિલન:૩૭૩
 


લેઈ સુકેતુની પાછળ જ આવ્યો અને સુકેતુની રક્ષા માગતો હોય તેમ બંને હાથ જોડી ઊભો રહ્યો. ‘કોણ છે તું ?' એક ત્રિશૂળધારી યુવતીએ ક્રોધ કરી પૂછ્યું. સ્ત્રી ક્રોધ કરે છે ત્યારે તે સુંદરી મટી જાય છે. જગતનો આખો ભયાનક રસ તેનામાં સંક્રાન્ત થાય છે. ‘તમે દેવીઓ છો ?’ સુકેતુએ પૂછ્યું. ‘ોઈએ પણ ખરાં.’ ‘તો મને ઓળખી કાઢો.' સુકેતુએ કહ્યું

ટોળાબદ્ધ બની ગયેલી યુવતીઓમાંથી પાછળ ઊભેલી એક યુવતીનું ખડખડ હાસ્ય સંભળાયું. એ હાસ્યે આખા પ્રદેશને હલાવી નાખ્યો. સુકેતુએ પણ ક્ષણભર થડકારો અનુભવ્યો. હસી રહી તેણે કહ્યું ‘અરે એ તો સુકેતુ છે ! ધાર્યા કરતાં વહેલો આવ્યો.' સુકેતુ જરા સ્તબ્ધ બન્યો. તેણે હિંમત લાવી પૂછ્યું : મને ક્યારે ધાર્યો હતો ?’ ‘તારા સૈન્યનો મોટો ભાગ અમે ખાઈએ પછી તને ખાવાનો હતો.’ સામનો નિહાળતાં સુકેતુનો ભય ભાંગી ગયો. તેણે જવાબ આપ્યોઃ હવે ક્યારે ખાશો ?' ‘આજ, અબઘડી.’ ‘તમને એમ નથી લાગતું કે મને ખાવામાં મુશ્કેલી છે ?' ‘જોગણીઓને કશું જ મુશ્કેલ નથી.' ‘ભૂલો છો. તમે જોગણીઓ નથી. તમારી સંખ્યા ચોસઠની નથી.’ ‘તેથી શું ? અમે તો ચારે દિશાએ સોળ સોળ જોગણીઓ નિત્ય વહેંચાઈ જઈએ છીએ.’ ‘કારણ ?’ ‘તારું સૈન્ય અમારો ભક્ષ છે.' ‘હું પણ ખરો ને ?' ‘તને છેવટના બિલ તરીકે રાખ્યો હતો.' ‘આ સૌંદર્ય ! આ સ્ત્રીદેહ ! તમે તે માનવીને ખાઓ કે માનવીને જન્મ આપો ?’ હા... હા... હા કહીને સર્વ જોગણીઓ હસી પડી. ‘તેમ પણ બની શકે - જો તારી ઇચ્છા હોય તો.’ જોગણીઓમાંની એકે ક્ષિ. ૨૪