પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૪:ક્ષિતિજ
 


ખડખડાટ હસતા જવાબ આપ્યો. હાસ્ય વધ્યું. તેમના દેહ અને પડછાયા હાસ્યમાં હાલી રહ્યા અને વાતાવરણની ભયંકરતાને વધારે ભયંકર બનાવી રહ્યા. માતૃત્વની આવી બીભત્સ મશ્કરી જોગણીઓ કરી શકે એમ સુકેતુ માની શક્યો નહિ. તેમની અગમ્ય સત્તા સંબંધી રહ્યોસહ્યો વિશ્વાસ પણ આ વાક્યથી ચાલ્યો ગયો. તેણે સાવધાનતાને બાજુએ મૂકી. ‘મારી તો ઇચ્છા છે, પણ જીવતાં રહીને જન્મ અપાય તો સારું.' તેણે કહ્યું. ‘મૃત્યુનો બહુ ભય છે ?' ‘જરાય નહિ.’ તો અમારા સરખો મુક્તાત્મા અને મુક્તદેહી બને.' ‘યુવરાજનું દૃષ્ટાંત મારી આંખ આગળ છે.’ ‘યુવરાજને શું થયું છે ?' ‘પોતાની જાતને જ ભૂલી બેઠો છે.’ ‘એ પોતાની જાતમાં શું સંભાળવા સરખું છે ?' ‘ભાનપૂર્વકનો આનંદ એ જ સાચો.' ‘યુવરાજ કોઈ દિવસ જાગે તો એને પૂછી જોજે.’ ‘એ જાગશે ખરો ?’ ‘તે તારા હાથમાં છે.’ ‘કેવી રીતે ?’ ‘એને બદલે તું બિલ બન.’ ‘મારી ખાતરી થાય તો હું જરૂર એને સ્થાને બલિ બનું.’ ‘શાની ખાતરી ?’ ‘કે એ બચશે એની.’ ‘ગરજ તારે છે. અમારે શું ? શક્તિ તો લાખ્ખોને ખાય છે અને લાખ્ખોને જન્માવે છે; તારો હિસાબ શો ?’ ‘મારો હિસાબ કેટલો તે હું બતાવું. તમારામાંથી એક પણ જોગણી જો આ સ્થળેથી ખસી છે તો તેનું મોત આવ્યું એમ એણે માનવું.' ‘જોગણીઓ ફરી ખડખડાટ હસી. તેમાંથી એક મુખ્ય માત્ર એ હાસ્યમાં સામેલ થઈ નહિ. તેણે કહ્યું : ‘સુકેતુ, મૂર્ખ ન બનીશ. અમે ત્રિશૂલધારિણી છીએ.’