પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધુમિલન:૩૭૫
 


'ત્રિશૂલનો દાવ હું જાણું છું. મને એનો ભય નથી.' જોગણીઓ સ્થિર થઈ, ગંભીર બની; એટલું જ નહિ, તેમની આંખમાં ખૂન ચમકી રહ્યું. અર્ધવર્તુળમાં ગોઠવાઈ સુકેતુને વીંટી લેવાની યોજના કરતી યોગિનીઓ સામે સુકેતુ હસ્યો અને બોલ્યો :

‘યોગિનીઓ ! સાચો યોગ સાધો, અને વામાચાર મૂકો. મધ્યરાત્રે આમ ઘૂમવાથી હું કે મારું સૈન્ય ડરી જઈશું એમ ન માનશો. ‘માતાના કોપથી ઊગરવું હોય તો હજી આ સ્થાન છોડી દે. બે દિવસમાં તારું આખું સૈન્ય મહામારીથી નષ્ટ થઈ જશે.' એક જોગણીએ કહ્યું. સુકેતુ ચમક્યો. સિંધુનાં પાણીમાં ઝેર રેડી આખા સૈન્યને તારાજ કરવા જેવી કોઈ યોજના વિશ્વઘોષ પાસે હશે શું ? યુવરાજને તો બેભાન બનાવી વિશ્વઘોષે પોતાનો પરચો બતાવ્યો હતો. યુવરાજને અંગે પોતાની અનિવાર્યતા પણ સાબિત કરી, સુકેતુને તેણે મૂંઝવણમાં નાખ્યો હતો. આખા સૈન્યને મહામારીમાં ભસ્મ કરવાની વળી કયી ભયંકર યોજના તેની પાસે હતી ? મહામારી, દુષ્કાળ અને અગ્નિથી અનેક સૈન્યોનો કચ્ચરઘાણ વગર લડ્યે કે જીત્યા પછી નીકળી ગયાનાં દૃષ્ટાંત તેની પાસે જોઈએ એટલાં હતાં. ભૂમિસૈન્ય કરતાં નૌકાસૈન્ય આવા જ કારણે બંને ભાઈઓને ફાવી ગયું હતું. પરંતુ હવે પાછો પગ ભરાય એમ ન હતું. શકસ્થાન અને વિશ્વઘોષને કબજે રાખી બાકીનું સૈન્ય પાસે આવેલી પલ્લવોની સરહદ ઉપર જવાની તૈયારીમાં જ હતું. માત્ર સુબાહુના સંદેશાની વાટ જોવાતી હતી. બે દિવસમાં એ સંદેશો ન આવ્યો તો ? આવી જોગણીઓ દ્વારા પાણી અને હવાને ઝેરભર્યું બનાવવાની તરકીબ વિશ્વઘોષ નહિ કરતો હોય એમ શાથી માનવું ? સુકેતુએ આ પ્રદેશ ઉપર અંકુશ તો સ્થાપ્યો હતો, પરંતુ વિશ્વઘોષનું માન તેણે સાચવી રાખ્યું હતું. એ માન હવે વધારે સમય જાળવવાથી તે આખા સૈન્યને માથે જોખમ વહોરતો હતો ! અને એ વિશ્વઘોષ આખા મધ્ય આર્યાવર્તને હલાવી નાખવા આવ્યો હતો તેને એ જ બંને ભાઈઓએ નિષ્ફળ બનાવ્યો હતો. મધ્ય પ્રદેશના સૈન્ય ઉપર એ જરૂ૨ વેર વાળે જ ! ‘મહામારીનો ભય તમને ઉગારશે નહિ.' સુકેતુએ કહ્યું. ‘અમે સર્વ રોગથી પર છીએ.'