પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૪:ક્ષિતિજ
 


‘શસ્ત્રથી કોઈ ૫૨ નથી.' ‘તેનો તને અનુભવ કરાવું.' કહી એક જોગણીએ બળપૂર્વક ત્રિશૂળ લંબાવ્યું. પાછળ ઊભેલા ગુપ્તચરે સુકેતુને સહજ ખેંચ્યો ન હોત તો સુકેતુ જરૂર ઘાયલ તો થાત. સુકેતુ હસ્યો અને બોલ્યો : ‘શસ્ત્રો પણ વાપરી જાણો છો ! પણ... ઉલૂપી જેવાં નિહ. એનો હાથ કદી ખાલી જતો નથી. એની તાલીમ હું તમને અપાવીશ. તે પહેલાં તમા બધાં ત્રિશૂળ નીચે મૂકો.' ‘તારા મસ્તક જોડે જ એ નીચે મુકાશે.' ‘એમ ?’ કહી સુકેતુએ છલંગ મારી અને એક જ ઝપાટામાં પાંચછ જોગણીઓનાં ત્રિશૂળ પોતાના હથિયાર વડે નીચે ફેંકાવી દીધાં. ‘અને હજી મેં કોઈને ઘા કર્યો નથી. તે પહેલાં બાકીનાં શસ્ત્રો નીચે નાખો.’ સુકેતુએ કહ્યું : “શસ્ત્ર ઘુમાવવાનો પ્રસંગ આવતાં સુકેતુ સ્વર્ગનું સુખ અનુભવતો. માલવ યુદ્ધ પછી બહુ દિવસે આ શસ્ત્રરમત તેને મળી હતી. વિશ્વઘોષની યોજનાઓથી મૂંઝાતા સુકેતુની મૂંઝવણ શસ્ત્ર વીંઝાતાં જ મરી ગઈ અને તેના દેહમાં પૂર્ણ ઉત્સાહ ઊછળી રહ્યો. બાકી રહેલી જોગણીઓએ શસ્ત્ર ન મૂક્યાં. એક જોગણીએ તો ત્રિશૂળ તાક્યું પણ ખરું. વીજળીની ઝડપે સુકેતુએ એક ઝીણું ખંજર એ જોગણીના પગ ઉપર ફેંક્યું. તે એને છરતું વાગ્યું. જોગણીએ ચીસ પાડી ત્રિશૂળ ભોંયે પડવા દીધું. ‘સ્ત્રી જાણી માત્ર પગે ઘા કર્યો છે. તે પણ નહિ જેવો. હવે જો શસ્ત્ર નહિ મૂકો તો તમારું સ્ત્રીત્વ તમને બચાવી નહિ શકે.’ સર્વ જોગણીઓએ ત્રિશૂળ નીચે નાખ્યાં. સુકેતુએ એ સર્વ ભેગાં કરી લેવાની ગુપ્તચરને આજ્ઞા કરી. ‘એ ત્રિશૂળ પડ્યાં રાખો. સહજ પણ ઘર્ષણ જીવલેણ નીવડશે.' એક જોગણીએ કહ્યું. ‘મને સમજ નથી પડતી. આ વિશ્વઘોષ શામાં ઝેર નહિ ભેળવે ?’ સુકેતુએ પૂછ્યું. ‘પાણીમાં, પવનમાં, જડ શસ્ત્રોમાં -’ એક જોગણીએ કહ્યું. તેનું વાક્ય બીજી જોગણીએ પૂરું કર્યું : ‘અને ચેતન માનવીમાં પણ.' ‘તમે શા માટે એને તમારામાં ઝેર ભરવાની અનુકૂળતા કરી આપો છો?’