પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધુમિલન:૩૭૭
 


‘ધર્મ અર્થે.' ધર્મ ? માનવીની ખોપરીઓ વીણવાનો ધર્મ ?' ‘જોગણીઓ વગર ધર્મપ્રચાર થાય જ નહિ. તારા સૈન્યનો ધર્મપલટો કરાવવાનું અમે માથે લીધું છે. ન થાય તો ખોપરીઓ વીણીશું.' ‘કારણ ?’ ‘ગુરુ આશા.’ એમ કહેતા બરાબર સર્વ જોગણીઓની આંખ ટેકરાની ટોચ ઉપર સ્થિર થઈ. સુકેતુનું અસ્તિત્વ વીસરી ગયેલી એ યુવતીઓ ઘૂંટણે પડી. સુકેતુએ પાછળ જોયું. ટેકરા ઉપર વિશ્વઘોષ ઊભો હતો. શાન્ત મુખમુદ્રા અને અગ્નિસમા તગમગતાં નયનો વડે આખી સૃષ્ટિનું નિયમન કરતા બ્રહ્મા કે શંકર સરખો એ તાંત્રિક તપસ્વી માત્ર ખૂની મારો ન હતો એવી ભાવના સુકેતુના મનમાં ઉદ્ભવી. બૌદ્ધ ધર્મ પ્રત્યે એને તિરસ્કાર ઊપજવા માંડ્યો હતો. વિશ્વઘોષને આ સ્થળે નિહાળી એક પાસથી તેને આવા યોજન પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો અને બીજી પાસ આવી સુંદરીઓને વિષમય ડાકિનીઓ બનાવી રહેલા રાક્ષસનું સ્વરૂપ વિચારતાં તેનામાં તિરસ્કારની જ્વાળા પ્રગટી ઊઠી. એકાદ ત્રિશૂળ ફેંકતાં એ વિશ્વઘોષ પૂરો થઈ જાય એમ સુકેતુને લાગ્યું. પરંતુ એ ચાણક્યનો અવતાર અરક્ષિત હોવાનો સંભવ થોડો જ હતો. સુકેતુને લાગ્યું કે તેને પોતાને ઘેરવાની જ આખી યુક્તિ રચાઈ હતી. ટેકરીની પાછળ આછી વસ્તી જાગતી હોય એવું ભાન સુકેતુને થયું. વિશ્વઘોષના એ સૈનિકો હશે ? તેના પણ સૈનિકો તેને શોધતા તેની પાછળ આવ્યા હોય ! એ ઘેરામાંથી છૂટવાની યુક્તિ વિચારતા સુકેતુએ તે જ ક્ષણે તેને ચમકાવતો શંખનાદ સાંભળ્યો. તીર્થધામમાં શંખનાદની નવાઈ ન હતી. પરંતુ આ નાદ તેને આનંદચમક આપી શક્યો. સુબાહુનો શંખનાદ તેને અજાણ્યો ન હતો. શંખનાદ સાથે જ વિશ્વોષ અદૃશ્ય થઈ ગયો અને ટેકરાની બાજુમાંથી દસેક શસ્ત્રસજ્જ માણસો નીકળી આવ્યા. સુબાહુના માણસો તરીકે સુકેતુએ તેમને ઓળખ્યા. જોગણીઓએ ટેકરા ઉપરથી વિશ્વઘોષને અદૃશ્ય થયેલો જોયો. સૈનિકોએ સુકેતુને ઓળખી નમન કર્યું. જોગણીઓ સ્થિર થઈ ઊભી રહી. ત્રિશૂળો લેવાની તેમની વૃત્તિ ઠંડી પડી લાગી. ‘સુબાહુ આવ્યો, નહિ ?’ સુકેતુએ ટુકડીના નાયકને પૂછ્યું. ‘જી ા.’