પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૬:ક્ષિતિજ
 


‘ક્યાં છે ?' કિનારે ઊતરી એમણે જ શંખનાદ કર્યો.' ‘તમે અહીં શી રીતે આવ્યા ?' કિનારો તપાસતાં અહીં આવ્યા. હીંગળાજનાં જાદુ જાણીતાં છે. ‘એમ ?’ ‘ગીત સાંભળ્યું એટલે આ તરફ વળ્યા. આપને જોયા અને થોભ્યા. પેલો સાધુ ક્યાંય અલોપ થઈ ગયો.' ‘આ સોળ જોગણીઓને ભાઠામાં લઈ લો.' સુકેતુએ આજ્ઞા આપી. અને ટેકરી ઊતરી તે કાંઠા તરફ દોડ્યો. કાંઠા ઉપરના દરિયામાં પાંચછ હોડકાં હાલી રહ્યાં હતાં. થોડે દૂર એકબે મોટાં વહાણ ઝાંખાં નજરે પડતાં હતાં. ‘સુબાહુ !' સુકેતુએ બૂમ પાડી. રેતીમાં ફરતા એક ટોળામાં સુબાહુ ભળી ગયો હતો. ટોળું ઊભું રહ્યું અને સુબાહુ થોડાં ડગલાં આગળ વધ્યો. સુકેતુએ રાત્રીના અંધકારમાં પણ સુબાહુને ઓળખી કાઢ્યો, સુકેતુ દોડ્યો અને ભેટી પડ્યો. ‘સુબાહુ !' સુકેતુએ ધીમે અવાજે કહ્યું. સુબાહુએ સુકેતુના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. ભાઈ ભાઈને ભેટે ત્યારે જગતમાં સ્વર્ગ ઊતરે છે.