પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


અણધાર્યો ઉકેલ
 


સુકેતુ એ સુબાહુને આખો ઇતિહાસ કહ્યો. વિશ્વઘોષની આખી તંત્રજાળ તેને સમજાઈ, એ તંત્રજાળ લગભગ વિશ્વવ્યાપક બને એવી સુબાહુને ખાતરી થઈ. એની ભયંકરતા પણ સુબાહુને ભય પમાડે એવી લાગી. માલવ યુવરાજનો પ્રશ્ન અંગત બની ગયો હતો. અને એક વ્યક્તિની કાળજી કરવા કરતાં પહવોની સહાય રાષ્ટ્રિય દૃષ્ટિએ વધારે જરૂરની હતી, છતાં માલવ મહારાણીએ પોતાના પુત્રને પરદેશ મોકલવામાં રાખેલો બંને ભાઈઓનો વિશ્વાસ યુવરાજને ગમે તેમ એક સ્થળે નાખી આગળ વધવા દેતો ન હતો. ‘તું રોકાઈ ગયો એ જ સારું કર્યું.' સુબાહુએ કહ્યું. ૧ ‘પરંતુ પણે યુદ્ધ તો શરૂ થઈ પણ ગયું.' સુકેતુએ જવાબ આપ્યો. ‘મારી ગોઠવણ બે રીતની છે, હરમુદ તરફથી જમીન માર્ગે એક કાફલો જશે, અને બીજો સીધો અખાતના મુખ ઉપર ઊર્ધ્યસ્થાનમાંથી તારું બીજું લશ્કર પહોંચી ગયું. એટલે રોમનો ફાવે તો ભાગ્યે જ.’ ‘એક સુખ છે. આપણા નૌકાસૈનિકો ભૂમિસૈનિકો પણ ઝડપથી બની જાય છે.’ ‘નહિ તો માળવા કેમ હાથ આવત ? યુદ્ધસફળતા ત્યારે જ મળે કે જ્યારે પૃથ્વી, પાણી અને આકાશ ઉપર આપણને પ્રભુત્વ પ્રાપ્ત થાય.’ સુકેતુ વિચારમાં ઊંડો ઊતરી ગયો. હજી તેણે વિશ્વઘોષના ઉદ્યાનની ધર્મશાળા મૂકી ન હતી. સ્થાનિક તેમજ પલ્સવોના વૈદ્યો યુવરાજની સારવાર કરતા હતા. અને એ સારવાર સુકેતુ પોતાની નજર નીચે જ કરાવતો હતો. વિશ્વઘોષ અને માતાના મંદિરનો તેણે પૂરો કબજો મેળવ્યો હતો અને એટલા પ્રદેશ ઉપર તેણે પોતાના સૈનિકોને મૂકી દીધા હતા. છતાં વિશ્વઘોષ અને માતાના ચમત્કારો તો દેખાયે જતા હતા. કેળવાયલા સૈન્યદ્વારા વિજયો પ્રાપ્ત કરી શકાય એટલું જ નહિ પણ જગત જીતી શકાય એમ માની જગત જીતવાનું સ્વપ્ન સેવતા સુકેતુ ઉપર માત્ર ૧ હાલનું ઓરમઝ. ઈરાની અખાતમાં એરેબિયાના પૂર્વ ભાગનું શહેર.