પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૦:ક્ષિતિજ
 


સુબાહુનો જ અંકુશ હતો, પરાજિત રાજ્યો અને રાજકુટુંબનો તલપૂર પણ સ્વીકાર ન કરતાં પરાજિત રાજ્યોને પોતાના ચક્રમાં ભેળવી દઇ રાજ વંશોનું નિકંદન કાઢી નાખવામાં માનતા સુકેતુને સુબાહુ તેમ કરતાં વાર્તા. અને સુબાહુની સૂચનાને અનુસરવું એવું એણે પણ લીધું હતું. એને ઘણી વાર એમ થતું કે સુબાહુનો અંકુશ બાજુએ મૂકી તે મુક્ત રીતે યુદ્ધ વ્યવસાયમાં પડી જગત-વિજેતા બને. પૃથ્વીને - પૃથ્વીના રાજ્યકર્તાઓને એક ચક્ર નીચે લાવવાથી માનવજાતને વધારે સ્થિર તથા સુખી બનાવી શકાય એમ તેની માન્યતા હતી. રોમનો સામે આવિર્ત બહાર યુદ્ધ કરવાનો પ્રસંગ તેનામાં અપૂર્વ ઉત્સાહ પ્રેરી રહ્યો હતો. રોમને દરવાજે જઈ આખી પશ્ચિમ પૃથ્વીની મહારાણાનો મુગટ છીનવી લેતાં આખું પશ્ચિમ તેની આણ સ્વીકારે એ સંભવિત હતું. એ જ દૃષ્ટિએ તેણે સૈન્યને તૈયાર કર્યું અને સુબાહુ પણ એ યુદ્ધમાં સામંત થયો એટલે તેના ઉત્સાહમાં પૂર આવ્યું. નાની નાની અડચણો તેને વ્યગ્ન કરતી નહિ. સિંધુના પાણી દૂષિત બનાવવાનો પ્રયોગ પણ તેને ચમકાવી શક્યો નહિ. વિશ્વઘોષની તંત્રયોજના પણ તે પીંખી નાખે એવો તેને વિશ્વાસ હતો. યુવરાજની બેભાનીએ પહેલી જ વાર તેને મૂંઝવણમાં નાખ્યો. સુબાહુને તેણે ખબર આપી અને તેની સૂચના તથા સલાહ માગી. સુબાહુ તો જાતે જ આવ્યો, અને જોગણીઓનાં ખપ્પરમાંથી તેને મુક્ત કરી શક્યો એ પણ તેને મન સહજ દિલ ઉશ્કેરનારા પ્રસંગો હતા ખરા; છતાં તેમાં જીવનમરણનો પ્રશ્ન સમાયલો તેને લાગ્યો નહિ. જોગણીઓથી તે જરૂર છૂટો થઈ શકત - સુબાહુના સૈનિકો ન આવ્યા હોત તોપણ. સુબાહુનો ભેટો થતાં સહુ કોઈ ઉદ્યાનમાં ગયા અને યુવરાજની સ્થિતિ નિહાળી કાર્યક્રમની ચર્ચામાં પડ્યા. સુબાહુએ પૃથ્વી, પાણી અને આકાશ ઉપરના પ્રભુત્વની કલ્પના કરી તે સાથે વિશ્વવિજેતા બનવાની ઇચ્છા ધરાવતો સુકેતુ કાંઈ ઊંડા વિચારમાં પડી ગયો. ‘શાનો વિચાર તું કરે છે ?' સુકેતુનો જવાબ ન મળવાથી સુબાહુએ પૂછ્યું. ‘મને લાગે છે કે સૈનિકો કરતાં સાધુઓ વધારે પ્રબળ, નહિ ?' સુકેતુએ પૂછ્યું. ‘શા ઉપરથી ?’ ‘તેં કહ્યું તે.’ ‘મેં શું કહ્યું ?’ ‘કે પૃથ્વી, પાણી અને આકાશ ઉપર પ્રભુત્વ જોઈએ - જો જગજ્મી