પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અણધાર્યો ઉકેલ:૩૮૧
 


બનવું હોય તો. ખરું ને ?' ‘હા.’ ‘મને અત્યારે લાગે છે કે વિશ્વઘોષ મારાથી વધારે બળવાન તો નિહ હોય ?' ‘કેવી રીતે ?’ ‘પૃથ્વી ઉપર એ ઝેર ઉગાડી શકે છે. આ ઉદ્યાનની સઘળી વનસ્પતિ ઝેરના પ્રયોગો માટે જ છે. એ ઝેરમાંથી એ નદીઓના પ્રવાહ વિષમય બનાવી સૈન્યોને નિ૨ર્થક કરી શકે છે. અને... અને હવે મને લાગે છે કે કાલે રાત્રે એ ટેકરી ઉપર આવ્યો તે મારા ઉપર આકાશમાંથી ઝેર વરસાવવા જ આવ્યો હતો !' ‘ભય લાગે છે ?’ ‘ના. પણ મને મારી મર્યાદા દેખાયા કરે છે. આકાશમાં એ સહજ હવા ફેંકે તો આખાં સૈન્યોને તે મારે કે મૂળ ખવડાવે.’ ‘આપણે પાછા જવું છે ?' ‘ના.’ ‘બૌદ્ધ બનવું છે ?' ‘એમાં બનવાપણું શું એ હું સમજતો નથી. બુદ્ધદેવ અને ત્રિપુરસુંદરી બંનેને હું ભાવપૂર્વક નમન કરી શકું છું.' દીક્ષા લઈને નમન કરે તો તેનો સ્વીકાર થાય.’ ‘શા માટે ?’ ‘આર્યો ઉપવીત માગે છે, બૌદ્ધો કેમ દીક્ષા ન માગે ?’ ‘અને ઉપરાંત નિરપરાધી સાધુઓ અને સાધ્વીઓ દ્વારા જગત જાણે પણ નહિ એવી રીતે એ નિશ્ચિતપણે પોતાનું કાર્ય આગળ વધારે છે.' માટે મારો ભોગ નાગપ્રદેશમાં અપાતો હતો.' ‘અને હું અહીં ભોગ બની જાત.’ ‘હજી પણ કોણે જાણ્યું કે હું અને તું એના ભોગ ન બનીએ ?’ ‘આપણને એ શા માટે શત્રુ લેખે છે ?’ ‘એના વિશ્વવિજયમાં આપણે વચ્ચે આવતા હોઈશું માટે.’ ‘હવે આપણે કરવું શું ?' વિશ્વઘોષને જતો ન કરવો.’ ‘એટલે ?’