પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૨:ક્ષિતિજ
 


‘એને સાથે જ લેવો.' યુવરાજને ' ‘એને પણ.’ 'પછી ?' ‘આગળ જોવાશે. રોમનોને બૌદ્ધ દીક્ષા માટે તૈયાર નહિ કર્યા હોય એમ ન માનીશ. રોમનો હારશે તો જીતવા માટે પણ વિશ્વઘોષનો આશ્રય જરૂર લેશે. એ આપણા કબજામાં જ સારો.' ‘અવંતીમાં જ એનું શીર્ષ ઉરાડી દીધું હોત તો વધારે સારું થાત.' ‘એકમાંથી અનેક શીર્ષ ઊગે છે. માનવી સાચો મહીરાવણ છે; એનું શીર્ષ કદી છેદાતું નથી.' ‘હું.’ ‘આજે જ આગળ વધો. વિશ્વઘોષ સાથમાં હશે એટલે એના તરફથી હરકત અટકી જશે.’ સાધુઓ સામા તો થતા જ નહિ. મુત્સદ્દીઓ તેમને રોકે તો તેઓ રોકાઈ જતા હતા, અને એ રોકાણ દરમિયાન પણ પોતાનાં તપ, વિરાગ અને ચમત્કારથી રોકનારને જીતવા પ્રવૃત્ત થતા. સૈનિકનાં શસ્ત્રોનો તેમને ભય ન હતો. ઘા વાગતાં તેનો ઇલાજ તેઓ ઝડપથી કરી શકતા હતા એ એક કારણ ખરું. અને સાધુઓને મારી નાખવાને બદલે તેમને જીવતા રાખવામાં સૈન્યો માટે વૈદકીય સારવાર પણ મેળવી શકાતી. છતાં મુખ્ય કારણ તો હતું કે તેમને મૃત્યુનો પણ ભય ન હતો. મૃત્યુનો ભય ન હોય એને શસ્ત્રનો પણ ભય ન હોય. સૈનિક કોઈ સાધુને કાપી નાખે તો તે સાધુ હસતે મુખે વગર મૂંઝાયે શસ્ત્ર અને મૃત્યુને ભેટતો, અને સૈનિકને તથા જગતને મૃત્યુની બેપરવાઈથી ચકિત કરી નાખી સાવર્ગ પ્રત્યે સહુનો સમભાવ કેળવતો. કાંઈ પણ યોજના ઘડતા પહેલાં વિશ્વઘોષને મળવું સારું છે એમ માની સુબાહુ પ્રથમ મઠમાં ગયો. સુકેતુ સાથમાં જ હતો. માળવામાં મળેલા માન્વિક એ જ વિશ્વઘોષ છે એમ સુબાહુએ જાણી લીધું. સુબાહુને નિહાળતા બરોબર વિશ્વઘોષની આંખમાંથી અગ્નિ વરસ્યો. પરંતુ ક્ષણ બે ક્ષણમાં તો તેણે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી લીધું. બંનેએ વિશ્વઘોષને નમસ્કાર કર્યા. ‘વુÉ શરણં ગચ્છામિ.’ વિશ્વઘોષે વરદમુદ્રાથી આશિષ આપતાં આંખ મીંચી ઉચ્ચારણ કર્યું. આંખો ઊઘડતા બરોબર તેણે પૂછ્યું :