પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અણધાર્યો ઉકેલ:૩૮૩
 


‘બોલો, કેમ આવવું પડ્યું ?' ‘આપને અમારી સાથે લઈ જવાના છે.' સુબાહુએ કહ્યું. ‘કેદી તરીકે ?' એમ પણ નથી.’ ‘યુવરાજ ભાનમાં ન આવે ત્યાં સુધી આપને છૂટા તો મુકાય જ નહિ.’ ‘અને તમે બંને જણ બૌદ્ધ ન બનો ત્યાં સુધી યુવરાજ ભાનમાં આવે ન કહ્યું. ‘માટે જ આપણે એકબીજાની નિકટ રહેવું જોઈએ.' ‘સુબાહુ, મારી નિકટતા કાયમની રાખે તો હું વગર યુદ્ધે તને વિશ્વનો ચક્રવર્તી બનાવી દઉં.’ ‘મારે ચક્રવર્તી બનવું નથી.' ‘સુકેતુને પૂછ.’ ‘અમે કદી રાજમુકુટ ધારણ કર્યો નથી.’ ‘હજી મોડું થયું નથી. તમે બંને નાના છો. મારી આજ્ઞા માનો તો હું એકને આખું પૂર્વ સોંપું અને બીજાને પશ્ચિમ.' ‘કોઈનું સોંપ્યું અમારે ન ખપે. જીત વગર મેળવેલી બધીય વસ્તુનું નામ દાન. અને અમે ઉપવીત પહેરીએ છીએ પણ દાન લેતા નથી.' સુકેતુએ જવાબ આપ્યો. ‘તમે શા માટે મારા માર્ગમાં આવો છો એની મને સમજ પડતી નથી.’ વિશ્વઘોષે કહ્યું. ‘અમે તમારા માર્ગમાં આવીએ છીએ ?’ સુબાહુએ પૂછ્યું. દરિયો તમે હાથ કર્યો. મારી અવરજવર અટકી પડી.' વિશ્વઘોષે પરદેશીઓ માટે બંધ છે. તમારે માટે નહિ. ‘મારે દેશપરદેશ છે જ નહિ. વસુધામાં એક જ કુટુંબ.’ ‘તે અમારા જેવાને ઝેર પાઈને રચવું છે ?' ‘સરળમાં સરળ માર્ગ જડ્યો તે લીધો. તમે હાથે કરીને ઝડપાઈ જાઓ તેમાં હું શું કરું ? મને અંગત વે૨ કશું જ નથી.’ ‘આથી વધારે વેર કયું ? મને અને સુકેતુને એમ બંનેને તમે વેરી દેખો છો.’ ‘તમે વધારે મોટા અવરોધી છો માટે તમારા તરફ વધારે લક્ષ આપું