પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૯૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૪:ક્ષિતિજ
 


‘પણ આવો માર્ગ લેવાનું કારણ ?' ‘ધર્મચક્રની સ્થાપના.' ‘રાજ્યનાં પણ ચક્ર ! અને ધર્મનાં પણ ચક્ર !' સુકેતુએ કહ્યું. વિશ્વઘોષ, આપણે ચક્રો જ કાઢી નાખીએ તો ? સુબાહુએ પૂછ્યું. ‘તો બીજાં ચક્ર તમારા ઉપર ફરી વળશે. રોમનોનું આક્રમણ નથી જોતો ?' આ ‘જોઉં છું. માટે જ ચક્રધારીઓને હું મારી નજર નીચે રાખું છું. વખતે આપ મારા કબજામાં જ રહેશો.' સુબાહુ બોલ્યો. વ્યક્તિ તો નિમિત્ત છે. ચક્ર એવી કૈંક વ્યક્તિઓ ઉપજાવશે.' ‘ઘણાં નિમિત્ત ગાળી કાઢવા સરખાં હોય છે.' ‘તને ફાવે તે કર. યુવરાજ બચશે નહિ.' વિશ્વઘોષે કહ્યું. ‘તે ક્ષણે વિશ્વઘોષ અને એની આખી તંત્રજાળ તૂટી જશે.' સુકેતુએ કહ્યું. ‘હું આપને છેલ્લી વિનંતી કરું, યુવરાજનું ઘેન ઉતારો. હું આપના ધર્મચક્રને અટકાવીશ નહિ.' ‘તેં જાણીબૂજીને કદી ધર્મચક્ર અટકાવ્યું નથી, એ હું જાણું છું. પરંતુ તારા આદર્શ અને તારું જીવન ધર્મચક્રને ચાલતું રોકે એમ છે. મેં મારી ઢબે તારા નાશની યોજના ઘડી છે. આજ નહિ તો કાલ તું જોગણીના ખપ્પરમાં પુરાવાનો. મને તારી ચિંતા હવે નથી જ.’ સુબાહુના મુખ ઉપર સખ્તાઈ આવી ગઈ. એ સખ્તાઈમાંથી અનેક વાર અકલ્પ્ય પરિણામો આવ્યાં હતાં એ સુકેતુ જાણતો જ હતો. અને તેમાંથી જ તેનો નિર્ણય ઝબક્યો : ‘વિશ્વઘોષને ઊંચકી વહાણમાં લઈ જાઓ. અને બૌદ્ધોને બદલે બ્રાહ્મણોને મંદિર સોંપો.' વિશ્વઘોષે સામનો ન કર્યો. તેની સમક્ષ બેસી રહેલી સાધ્વીએ માત્ર ઊંચે જોયું. તેની અને સુબાહુની આંખો મળી. એ સાધ્વીને ક્યાં જોઈ હતી? આખો દિવસ સૈનિકોએ સજ્જ થવા માંડ્યું. સુકેતુ જમીન માર્ગે જ સૈન્ય સાથે જવાનો હતો. સુબાહુ વિશ્વઘોષ તથા યુવરાજને લઈ સમુદ્ર માર્ગે આગળ વધવાનો હતો. મઠ અને મંદિરમાં રહેતાં સાધુસાધ્વીઓને અંકુ- શમાં રાખવા તથા તેમને બૌદ્ધમાર્ગીય તંત્રમાંથી પાછા વાળવા વિદ્વત્તા છુપાવી આ સ્થળે રહેતા ત્રણ બ્રાહ્મણોને શોધી કાઢી સઘળો ધાર્મિક વહીવટ તેમને સોંપ્યો. સાધ્વીઓ જોગણીઓ બને એના કરતાં નર્તકીઓ