પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અણધાર્યો ઉકેલ:૩૮૭
 

‘વિશ્વાસ કેમ આવે ?’ સુકેતુએ કહ્યું. ‘તમને બંનેને જીવતા જોવા હું ઇચ્છું છું. વધારે સ્પષ્ટતા કરું ?' હોડી વહાણ પાસે આવી ગઈ. સાધ્વીએ ગુરુનાં દર્શન કર્યાં અને આજ્ઞા માગી. અલિપ્ત લાગતા વિશ્વઘોષની આંખો સાધ્વીને જોતાં બરોબર ચમકભરી બની ગઈ. અણધાર્યો ઉકેલ : ૩૮૭ ‘આજ્ઞા ? એ તો આપેલી જ છે. વિશ્વઘોષે કહ્યું. ‘આપને લઈ ગયા તે સમયે હું હાજર ન હતી.' સાધ્વીએ કહ્યું. ‘મને સર્વદા હાજર માનજે અને ધર્મ માટે જીવનસમર્પણ ચાલુ રાખજે.’ વિશ્વઘોષે વરદમુદ્રાસહ આજ્ઞા આપી સુબાહુ અને સુકેતુ સામે જોયું. સાધ્વી નીચું મુખ કરી. પાછી ફરી અને નીચે હોડીમાં આવી બેઠી. જરા રહી સુકેતુ પણ વહાણ નીચે ઊતરી હોડીમાં બેઠો. સુકેતુ અને સાધ્વી હોડીમાં બેસી પાછા કિનારે પહોંચ્યાં. વહાણોનો નાનકડો કાફલો ઊપડ્યો. સુકેતુ અને સાધ્વી કિનારે ઊતરી વહાણોને ધારીને જોઈ રહ્યા. અંધારામાં એક બની ગયેલો વહાણસમૂહ બે ભાગમાં કેમ વહેંચાઈ ગયો ? એક ભાગ પશ્ચિમ તરફ વળ્યો અને બીજો ભાગ - નાનકડો ભાગ દક્ષિણ તરફ. ‘સુબાહુએ મારી સૂચના માની. હવે યુવરાજ જીવશે.' સાધ્વીએ સુકેતુને ધીમેથી કહ્યું. ટોળાથી દૂર બંને એકલાં ઊભાં હતાં. ‘કેવી રીતે ?’ યુવરાજને દક્ષિણ તરફ લઈ જાય છે.’ ‘ા.’ ‘ત્યાં જ શિવઅગસ્ત્ય મળશે. મને શિવઅગસ્ત્ય જ વિશ્વઘોષ પાસે મોકલી હતી.' ‘એટલે ?’ ‘તમારે માટે.’ ‘મને ન સમજાયું.’ ‘સમજાય એવું નથી જ.' ‘તોપણ.’ ‘વિશ્વઘોષ તમારા માર્ગમાં આવતો હતો. પારસીકોની સહાયે જતાં તમને શાં શાં વિઘ્ન નડશે તેની શિવઅગસ્ત્યને ખબર હતી. હું જળસમાધિ લેતી હતી. શિવઅગસ્ત્ય મને જોઈ અને વિશ્વઘોષ પાસે મોકલી - તમને