પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


ભૂરકી ? કે સત્ય ?
 

ભૂરકી ? કે સત્ય ? સુકેતુએ ભાગ્યે ધાર્યું હશે કે આ સાધ્વી આમ તેના હાથમાં હાથ ભરવી દેશે. સુબાહુની માફક સુકેતુ સ્ત્રીઓને અડકતા દાઝતો નહિ, છતાં કાચનજંઘાનો અભિનય તેને વિસ્મય પમાડી રહ્યો. કાંચનજંઘા ખરેખર મિત્ર હતી ? કે શત્રુ હતી ? શત્રુ હોય તો આખી યોજના નિરર્થક કરવાનો તેનો પ્રયાસ હોય ! વિશ્વઘોષ, યુવરાજ અને સુબાહુ છૂટા પડે એમાંથી શું પરિણામ ધારી શકાય ? માત્ર કાંચનજંઘાના કહેવા ઉપરથી સુબાહુએ બંનેને દક્ષિણમાં જતાં કર્યા ! અને કાંચનજંઘાને એ જાણીને આનંદ પણ થયો ! એની કોઈ યોજના હશે ? એ યોજનાની સફળતા કલ્પી તે આનંદ વ્યક્ત કરતી હતી ? કે સાચે તે સુબાહુ-સુકેતુને સહાય આપવા અર્થે જ અહીં આવી હતી ? શિવઅગસ્ત્યનું એણે નામ દીધું. વિશ્વઘોષ પાસે તે રહી. માળવામાં પણ તે સિદ્ધની સહાયમાં સુબાહુ ઉપર ભૂરકી નાખવા પ્રવૃત્ત થઈ હતી - પરંતુ કાંજનજંઘાની એ યોજનામાં સામેલ થવાની અનિચ્છા - સામેલ થઈને પણ તેને સફળ બનવા દેવાની અનિચ્છા સંબંધી સુબાહુએ સ્પષ્ટ વાત કહી હતી. શિવઅગસ્ત્યનું નામ એક યુગમાં ખૂબ પ્રસિદ્ધ હતું. પરંતુ વિશ્વઘોષથી વાદવિવાદમાં હારી - અગર શાસ્ત્રાર્થ અર્ધો મૂકી આર્યાવર્ત છોડી તેઓ યજ્ઞદ્વીપ તરફ વર્ષોથી ચાલ્યા ગયા હતા એવી એક બહુ મહત્ત્વની ગણાતી કથની તેણે બાલ્યાવસ્થાથી સાંભળી હતી. શિવઅગ- સ્ત્યના ચમત્કારો, શિવઅગસ્ત્યની વિદ્વતા, તેમનું યુદ્ધકૌશલ્ય અને તેમના મહાવિરાગની વાતો ધીમે ધીમે ઝાંખી કલ્પના અને દંતકથા બની જતાં હતાં, અમુક અંશે સુબાહુ અને સુકેતુની પશ્ચિમ સાગરની મુસાફરીઓમાં એ કલ્પના અને દંતકથાઓ પણ કારણભૂત કહી શકાય. શિવઅગસ્ત્ય થાકી આર્યાવર્ત મૂકી ગયા - શાપ આપીને. એ શાપનું નિવારણ કરવું એવી ઝાંખી ઝાંખી ભાવના પણ તેમના હૃદયમાં રહેલી હતી. એ શિવઅગસ્ત્ય પણ દીઠા અને એમના સામાવાળિયા વિશ્વઘોષને પણ તેણે નિહાળ્યા. બેમાંથી કોઈ વૃદ્ધ લાગતું ન હતું. પરંતુ બેમાંથી કોઈને યુવાન પણ કહી