પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૦:ક્ષિતિજ
 


શકાય નહિ. એમની રમતોના દાવ તરીકે તો આ આખી યુદ્ધરમ નહિ રમાતી હોય ? શા માટે એ આર્યાવર્ત પાછા આવ્યા ? શા માટે ક્ષિપ્રાતીરે એ સુબાહુ અને સુકેતુને મળ્યા ? મળીને કેમ અદૃશ્ય થયા ? આ કાંચનજંઘા બંનેના રમકડા તરીકે કેમ ખેલ ખેલતી હતી ? કાંચનજંઘાનો આત્મા પણ વેચાઈ ગયો હતો શું ? તેનો દેહ વેચાયો હતો એની તો તેને ખબર હતી જ માળવામાંથી - અને તે પહેલાં પણ માલવ રાજ્યમાં આવેલી એક કાશ્મીર પ્રદેશની ગણિકાનાં રૂપ અને ચાતુર્ય ક્યારનાં પામ્યાં હતાં અને એનું નામ કાંચનજંઘા જ હતું ! માલવપ્રદેશ જીતી સુકેતુએ બૃહલાઓને એક સ્થાનમાં પૂરી રાખ્યા હતા અને ગણિકાઓને દેશ છોડી જવાની, લગ્ન કરી ગૃહસ્થાઈમાં આવવાની આશા તેણે આપી હતી. કાંચનજંઘાએ જ પોતાની નૃત્યકલા ચાલુ રાખવા અપરિણીત સ્થિતિની યાચના કરી હતી. પરંતુ સુકેતુએ તે માન્ય ન કરી અને સિદ્ધના અદૃશ્ય થયા પછી કાંચનજંઘા પણ અદૃશ્ય થયાની વાત તેણે જાણી. તેણે વધારે તપાસ પણ કરાવી હતી. પરંતુ તે ક્ષિપ્રાકિનારે દૂર એકાંતમાં નૃત્ય કરી રહી હતી એ કરતાં વધારે ચોક્કસ સમાચાર તેને મળ્યા ન હતા. સુકેતુની આંખ સ્ત્રીસૌન્દર્ય પ્રત્યે સુબાહુ જેટલી મીંચાયલી રહેતી નહિ - જોકે સુબાહુની નીતિ એ સુકેતુનો પણ આચાર બની ગઈ હતી. આજ એ મળી અને ઓળખાઈ. એટલું જ નહિ; એની સૂચના મુજબ વહાણોની ગતિ પણ પલટાઈ. સુબાહુએ કાંચનજંઘાની સૂચના એકાએક સ્વીકારી લીધી ! વિશ્વઘોષની ભૂરકી હજી સહુને ભમાવી રહી હતી શું ?' સુકેતુએ કાંચનજંઘાનો હાથ ધીમે રહીને છોડાવી નાખ્યો. ‘સુકેતુ, એમ હાથ ન તરછોડીશ.' કાંચનજંઘાએ કહ્યું. ‘હું હાથ તરછોડતો નથી.’ ‘નહિ તો બીજું શું ? હું તને ઉપયોગી થઈ પડું એમ છું, સમજ્યો ?’ ‘શી રીતે ?’ ‘મને સાથમાં રાખજો. હું પણ રોમન યુદ્ધ જોવા ઇચ્છું છું.’ ‘અમારા સૈન્યમાં સ્ત્રીઓ નથી હોતી. સુબાહુની મના છે.’ ‘ઉલૂપી કેમ એની સાથમાં છે ?’ ‘એ તો પાછી ગઈ.' ‘સાથે હતી તો ખરી જ ને ?’ જ ‘એ અમારી સૈનિક નથી. અમારા મિત્રરાજ્યની પ્રાંતનિધિ છે.' ‘મને પણ એવી જ માનજે.’