પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભૂરકી ? કે સત્ય ?:૩૯૧
 


'શી રીતે ? તું કોનું પ્રતિનિધાન ધરાવે છે ?' ‘એક તો આખા પુરુષવર્ગની પાશવતાનું.' હસીને કાંચનજંઘા ‘અમારામાં એ પાશવતા છે ?' ‘વખાણ માગે છે ?’ ‘પુરુષોને બદનામ કરે છે.' ‘ત્યારે તું પુરુષોને ઓળખતો જ નથી. અમારી જોગણીઓ, સાધ્વીઓ અને ગણિકાઓનાં જગતવ્યાપી મંડળો તમે કલ્પો નહિ એટલી ફેરફારીઓ પુરુષો દ્વારા કરી શકે છે.’ ‘જગતવ્યાપી મંડળો ? ‘ત્યારે તું શું ધારે છે ? હું શું આપોઆપ નર્તકી બની ? હું શું માળવામાં માત્ર કમાણી કરવા આવી હતી ? વિશ્વઘોષનો મધ્ય આર્યાવર્તનો વિષકન્યાપ્રયોગ માત્ર એની ઘેલછા હતી એમ તું માને છે ?’ કહ્યું. ‘બીજી શી ધારણા થઈ શકે ?’ તો તું એક સત્ય સાંભળી લે. હું એક રાજકુમારી છું.’ સુકેતુ ચમક્યો. અંધકાર વધતો જતો હતો. હજી વહાણના ડાઘા તારાનાં ઝૂમખાં નીચે દેખાતા હતા, અને દરિયાના વિશાળ પટની ગતિ સ્થિર બની ગઈ લાગતી હતી - જોકે કિનારા ઉપર પછડાતાં અને પાછાં ફરતાં મોજાનો આરોહ-અવરોહ સંભળાયા જ કરતો હતો. હાથે કરીને ગણિકા બની ?’ ‘અમારી દીક્ષા અમને ગણિકા અને સાધ્વીના ભેદ ભુલાવી દે છે.’ ‘ગણિકા સાધ્વી બની શકે ?’ ‘મને જ જોને !’ સુકેતુના સૈનિકો તેની નજીક આવતા હતા. બહુવારથી વિશ્વઘોષની શિષ્યાસાધ્વી સાથે ફરતા સુકેતુને રક્ષણની જરૂર હોવાનો સંભવ હોય જ. રક્ષણ નહિ તો નજર માગે એટલી વાર તો સુકેતુ અને સાધ્વી સાથે રહ્યાં જ હતાં. દૂર દૂર વેરાયલા તથા ટોળામાં ભળી ગયેલા સૈનિકોએ અંધકાર વધતાં સુકેતુનું સામીપ્ય શોધ્યું. સુકેતુ અને સાધ્વી બંને સમજી ગયાં. સુકેતુએ તાળી પાડી સૈનિકોને વધારે નજીક બોલાવ્યા. ‘મધરાત વિત્યે આપણે સજ્જ થઈ નીકળી જવું જોઈએ.’ સુકેતુએ ‘સ્વાર પહેલાં જાય કે પાયદળ ?'