પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૨:ક્ષિતિજ
 


'બંને સાથે જ નીકળે. સ્વારોએ આગળ વધી મકામાં નક્કી કરવા. અઠવાડિયામાં તો આપણે મોરચે પહોંચવું જ જોઈએ. ‘સ્વારો જઈ શકશે.’ હું બધાયને મોરચે પહોંચાડીશ.' ‘આજ્ઞા હોય તો તેમ બને.’ ‘એ જ આજ્ઞા.’ ‘બીજું કાંઈ ?’ ‘મને એકલો મૂકી દો.' ‘જી.' સૈનિકો વીખરાઈ ગયા - છતાં એ વિખેરમાં એટલું તો હતું જ કે સુકેતુની બૂમ, સીસોટી કે શંખ સંભળાય એટલે દૂર થોડાં થોડાં અસૈનિક દેખાતાં માણસો જવરઅવર કરતા જ રહ્યા. એકલા પડતા સુકેતુએ પૂછ્યું: ‘આ બધું તું મને શા સારુ કહે છે ?' ‘મને પણ એ જ સમજણ પડતી નથી.' કાંચનજંઘાએ જવાબ આપ્યો. ‘આ આખો પ્રસંગ - યુવરાજના અભાનથી માંડીને વિશ્વઘોષ સાથે તેને દક્ષિણમાં મોકલવાની યોજના તમારા જગતવ્યાપી મંડળનું કાર્ય તો નહિ હોય ?’ “મારા પર વિશ્વાસ નથી, ખરું ? ‘તું જ કહે ને કે તારા પર વિશ્વાસ રાખી શકાય ?’ ‘સમજી લે કે બધી જાળ હોય. તોય તું શું કરીશ ?’ ‘અમે તો દરિયાનાં પ્રાણી ! જાળનો અમને ભય જ નથી.' ‘તો મને સાથે લે. ભયથી મને દૂર કેમ કરે છે ?' ભય ? આ તો સિદ્ધાંતનો પ્રશ્ન છે.’ ‘મને બીજી રીતે આવતી તું કેમ રોકી શકીશ ?’ ‘મારી સાથે તો નહિ જ ને ?’ ‘વારુ. તને વિશ્વાસ પડે ત્યારે મને બોલાવજે.' કહી કાંચનજંઘાએ મુખ ફેરવ્યું અને એકાએક પોતાનો માર્ગ પણ તેણે બદલ્યો. થોડી ક્ષણોમાં તો તે સાગર તરફ જતી હોય એમ લાગ્યું. કાંચનજંઘા આમ રિસાઈ ગઈ તે સુકેતુને ગમ્યું નહિ. પરંતુ હીંગળાજનું તીર્થ પ્રેમચેષ્ટાઓ માટે નિર્માયું ન હતું. એની