પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભૂરકી ? કે સત્ય ?:૩૯૩
 


પ્રેમચેષ્ટાઓમાં પણ જગત ધ્રુજાવવાના સંકેતો છુપાયલા લાગતા હતા. દરિયાકિનારા તરફ જતી કાંચનજંઘા પાછળ સુકેતુ પણ ગયો. વિશ્વઘોષ અને શિવઅગસ્ત્ય બંનેનાં નામે કામ કરતી કાંચનજંઘા રાજકુમારી પણ હતી. એને હવે એકલી મૂકવામાં જોખમ હતું. ધવલ રેતીના વિસ્તારને લંબાવતો સાગરનો વિસ્તાર કાંચનજંઘાને એક નાનકડો પડછાયો બનાવી દેતો હતો. દરિયા તરફ મુખ રાખી બેઠેલી કાંચનજંઘાએ રેતીમાં કોઈનાં પગલાં મુકાતાં સાંભળ્યાં. તેણે પાછળ ન જોયું. ‘કાંચનજંઘા !’ સુકેતુએ પૂછ્યું. કાંચનજંઘાએ જવાબ ન આપ્યો. ‘તું રાજકુમારી છો એમ તેં કહ્યું નહિ ?’ સુકેતુએ જવાબ ન મળ્યાં છતાં પૂછ્યું. આવે?’ ‘છું નહિ; હતી.’ ‘કયા રાજ્યની ?’ ‘જાણીને શું કરીશ ?’ ‘એ સ્થાન તને પાછું અપાવું.' ‘અહં. મને મન હશે તો હું જાતે એ નહિ લઉ ?' ‘હું તને બંધનમાં નાખું તો ?’ ‘અત્યારે આ આખી ભૂમિ તારા બંધનમાં જ છે ને ?' ‘તો તું તારી જાતે રાજકુમારીનું સ્થાન કેમ લઈ શકે ?’ ‘મારે રાજકુમારી બનવું હોય તો ને !... પણ સુકેતુ, તું રાજકુમાર કે રાજવી કેમ બનતો નથી ?' કાંચનજંઘાએ સુકેતુ તરફ ફરીને પૂછ્યું, અને તે ઊભી થઈ. ‘તું સુકેતુને ઓળખતી નથી માટે આ પ્રશ્ન કરે છે.' ‘તું કાંચનજંઘાને ઓળખતો નથી માટે તેને તિરસ્કારે છે.’ ‘હું તને તિરસ્કારતો નથી.’ ‘મારા ઉપર તને વિશ્વાસ તો નથી જ.’ ‘તું જ કહે. હું પૂછવા જ આવ્યો છું. તારા ઉપર મને વિશ્વાસ કેમ ‘હું પણ અહીં બેસીને એ જ વિચાર કરતી હતી. રાજપાટ છોડ્યાં, નર્તકીની કલા હાથ કરી, નર્તકી તરીકે જીવનની શરૂઆત કરી, સાધ્વીનો વિરાગ સૈવ્યો. વિરોધી પ્રત્યે ઉપકાર કર્યો. જીવને જોખમે વિરોધીને