પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૪:ક્ષિતિજ
 


બચાવ્યો એનો ખરેખર શી રીતે વિશ્વાસ થઈ શકે ?' ‘રાજ્ય, કલા, ધર્મ, મિલકત એ સર્વનો વિનાશ કરવા એક વખત સુબાહુ પ્રવૃત્ત થયો હતો. હું હજી કલા માગું છું, રાજ્ય માગું છું, ધર્મ માર્ગ ‘તારે રાજા બનવું છે ?’ ચમકીને કાંચનજંઘાએ પ્રશ્ન કર્યો. ‘રાજા બનું તો જગતનો રાજવી બનું. ઠકરાતો કે અન્યનાં ચક્ર મારે ન ખપે.’ ‘આપણે બંને છૂટાં પડીએ એ જ સારું છે.’ ‘તું પણ એ જ માગે છે ?’ માગતી હતી. હવે નહિ.' ‘એટલે ?’ ‘રાજ્યના બદલામાં પિતાએ પુત્રી અને પુત્રને ધર્મમાં હોમ્યાં. ધર્મે પુત્રીને નર્તકી અને જોગણી બનાવી. નર્તકી મહારાણી બનવાનાં સ્વપ્ન સેવી રહી. મહારાજાને રખાતો જોઈતી હતી. એને રાણી રખાતમાં ફેર ન લાગ્યો. ધર્મે એને સિંદૂર, ત્રિશૂળ, ખપ્પર અને મૂંડમાળા આપ્યાં. હજી એને સંતુષ્ટ કરે એવું મસ્તક મળ્યું નહિ - અને તે મળશે પણ નહિ.' ‘મારું મસ્તક તું માગે છે ! ‘ા.’ ‘તને અવકાશ હતો. યુવરાજને બદલે મને તું ખેંચી લઈ ગઈ હોત.' ‘મેં શા માટે એમ ન કર્યું ? માલવપતિને જોઈ મને મહારાણીપદ ઉપર તિરસ્કાર આવ્યો. સુબાહુને જોઈ મને મારું નર્તન નાશ કરવા જેવું લાગ્યું. તને જોતાં મને ધર્મ અણગમતો થઈ પડ્યો. હું માગું છું એ મસ્તક મને કોઈ સ્થળે ન મળ્યું. મને સમજ પડતી નથી કે મેં શા માટે ક્ષિપ્રામાં નિર્વાણ ન સ્વીકાર્યો !' ‘કદાચ શિવઅગસ્ત્ય તને એકલા નિર્વાણથી વારી હોય. એ માર્ગે છે બ્રહ્મનિર્વાણ - શૂન્યનિર્વાણ નહિ !' ‘માટે જ હું આ સાગરને પૂછી રહી હતી કે મારે શું કરવું. બ્રહ્મ ન મળે તો શૂન્યનિર્વાણ શો ખોટો ?’ ‘જગત ઉપર એટલો વિરાગ આવી ગયો ?' ‘ન આવે ? આખું જીવન અને જીવનને પડખે ઊઘડેલું જગત મિથ્યા ભાસે છે. માનવી માનવીનો વિશ્વાસ પણ ન કરી શકે તો એ માનવીને અને એના જગતને ઉજાડી નાખવું જોઈએ નહિ ?’