પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભૂરકી ? કે સત્ય ?:૩૯૫
 

બંનેને ઉજાડતાં તને શું મળશે ?’ જે જગતમાં ન મળ્યું તે !' છે.’ ‘મસ્તક ?’ ‘મસ્તક જે જીવતાં આપી શકે તે ! નહિ તો મૃત શાન્તિ !’ સુકેતુ અને કાંચનજંઘા સ્થિર ઊભાં રહ્યાં. આકાશના તારાઓ હસતા હસતા હાલી જતા હતા. સમુદ્રનો નિરંતર ઘુઘવાટ આકર્ષક તો હતો જ. જાણે એના ઘુઘવાટ પાછળ શાન્તિનું જ સામ્રાજ્ય હોય એમ એ શાન્તિની છડી પોકારતો હતો ! ભૂરકી ? કે સત્ય ? : ૩૯૫ ‘મસ્તકની એટલી બધી અભિલાષા છે ?' સુકેતુએ જરા રહી પૂછ્યું. ‘માળાના મણકા છે. મેરુ ખૂટે છે.’ ‘આજે જ મસ્તક જોઈએ ?’ ‘જે ક્ષણે તું મસ્તક આપીશ તે ક્ષણે હું માનીશ કે જીવન જીવવા યોગ્ય ‘મસ્તકનું તું શું કરીશ ?’ ‘કહ્યું નહિ કે હું એનો મેરુ બનાવીશ ?’ સુકેતુએ કાંચનજંઘાની સામે જોયું. નર્તકી તરીકે સુબાહુને મોહ પમાડવા મથતી કાંચનજંઘાને રણવાસથી બહાર ન મોકલવા સુકેતુને આગ્રહ થયો હતો. બૌદ્ધ તાન્ત્રિક તરફથી, તેમ જ યુવનાશ્વના મિત્રો તરફથી ઉજ્જયિનીમાં એક પણ ગણિકા ન જોઈએ એમ આજ્ઞા કરી ચૂકેલા સુકેતુએ કાંચનજંઘાનો પણ અપવાદ ન કર્યો - કાંચનજંઘાની યાચના છતાં. આજે આ મહા વિશાળ એકાન્તમાં એ જ નર્તકી સમક્ષ તે ઊભો હતો! સુકેતુ મૂંઝવણમાં હતો છતાં વિજયી હતો. પણ... ખરેખર વિજય એ દક્ષ યોજનાનું જ સદાય પરિણામ હોય છે ? અકસ્માત પણ એમાં મહત્ત્વનો ભાગ શું નથી ભજવતો ? સુકેતુને માટે રચાયલી જાળ યુવનાશ્વના પુત્ર ઉપર ઊતરી. કાંચનજંઘાએ દેવી બની યુવરાજને ઘેનમાં નાખી આકર્યો. સુકેતુ ઉપ૨ જ એ પ્રયોગ થયો હોત તો ? સુબાહુ સ્ત્રીપ્રલોભનની સામે થઈ શક્યો. સુકેતુથી એનો સામનો થઈ શકત ? સુકેતુને એની શ્રદ્ધા ન હતી. એ બીકે તે સર્વદા કાર્યરત રહેતો અને સુબાહુને સાથે રાખતો. ઘેનમાં પડ્યા પછી ઉપજનારી પોતાની નિરર્થકતા આખા યુદ્ધ સમય સુધી લંબાઈ હોત એ સંભવ ટળ્યો એમાં કાંચનજંઘાની ભૂલ કે અનિચ્છા ? એ કેટલો મોટો અકસ્માત ! કાંચનજંઘાએ વિશ્વઘોષની કયી કયી સજાઓ નહિ સહન કરી. હોય ? સાધ્વીને સતત પોતાની પાસે જ રાખવાના આગ્રહમાં