પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૬:ક્ષિતિજ
 


એ મહા યાન્તિકે શારીરિક તથા એથી પણ વધારે દૂર માનસિક જો શા કર્યા હશે ? જ લેવાય. કાંચનજંઘા સાથે આવવાનું કહેતી હતી. સૈન્યમાં સ્ત્રી સુબાહુએ ન છૂટકે ઉલૂપીને સાથે આવવા દીધી, પરંતુ તે એના નાગ કાલાના નૌકાપતિ તરીકે જુદા વાણમાં. અને તેમાંયે ક્ષમાના બહાના નીચે એને પાછી પણ મોકલી દીધી ! સ્ત્રીની હાજરી, સ્ત્રીનું અસ્તિત્વ જીવનને જરૂ૨ ૨મણીય અને રસમય બનાવે છે. આ અંધકારમાં પણ કાંચનજંઘાનું સૌંદર્ય અદ્ભુત લાગતું હતું. એકાએક સુકેતુના હ્રદયમાં કોઈ પ્રકાશ ચમક્યો. જગતમાં આ સૌંદર્યમૂર્તિ સ્ત્રીનો વસવાટ ! અને તેમાં માનવીનાં યુદ્ધ શોભે ? રમણીયતાની પડોશમાં આ રાક્ષસપણું શું ? સ્ત્રીઓને યુદ્ધમાંથી દૂર રાખવાનો સુબાહુનો આગ્રહ કેમ ખોટો કહેવાય ?' ‘ગણતરી કરે છે ?’ કાંચનજંઘાએ એકાએક શાન્તિનો ભંગ કર્યો. ‘શાની ?’ ‘મસ્તકના બદલાની ?’ ‘કોણ જાણે ! પણ હું ખૂબ વિચાર કરી ગયો.' ‘બહુ વિચાર અને બહુ ગણતરી ફાવતી હોય તો વ્યાપારી બન.’ વ્યાપાર માનવીને લોભી, કૃપણ...’ ‘મસ્તકના વ્યાપારમાં લોભ ન રહે ત્યારે માનવતા આવે, નહિ ?’ ‘તું મસ્તક માટે મુદત આપે ખરી ?’ બે રીતે મસ્તક મળે. મારામાં એ કાપી લેવાની તાકાત હોય કે તારામાં એ કાપી આપવાની તાકાત હોય ત્યારે ! ઠીક. આપણે બંને નિષ્ફળતાના નમૂના. ચાલ, છુટ્ટાં પડી જઈએ.' ‘મને પણ એ જ ઠીક લાગે છે. એક સ્ત્રીને ગંભીરતાથી વિચારમાં હું આજે જ શીખ્યો. હું કે તું નિષ્ફળતાના નમૂના છીએ કે નહિ તે હું રોમનોને હરાવીને પાછો આવું ત્યારે નક્કી કરીએ.’ ‘તું રોમનોને હરાવીશ એની કાંઈ ખાતરી ?’ ‘મારું મન અને મારી તૈયારી.’ ‘મન હાલી જાય છે. તૈયારીઓ ખૂટી પડે છે. જોયું નહિ વિશ્વઘોષની બધી તૈયારી નિષ્ફળ ગઈ તે ?’ ‘ખરેખર નિષ્ફળ ગઈ.’ ‘તું અહીં વાત કરે છે એ જ એનો પુરાવો. સિંધુમાં બચ્યો, ગુફામા