પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભૂરકી ? કે સત્ય ?:૩૯૭
 

બચ્યો, અને છેક હીંગળાજમાં તું બચ્યો એ શું ?' ‘એના બદલામાં તું મારું મસ્તક માગે છે ?' ‘એમ માને તોય શું ?' નહિ.' ‘કાંચનજંઘા, એક પ્રશ્ન પૂછું ?' ‘મારા ભૂતકાળને ઉખેળવા માગે છે ? ‘ના.’ ‘ત્યારે ?’ ‘જુદો જ પ્રશ્ન છે. ખોટું ન લગાડે તો પૂછું.’ ‘ખોટું ? શબ બનેલા શરીરને - મૃત બનેલા મનને કદી ખોટું લાગે જ ભૂરકી ? કે સત્ય ? : ૩૯૭ ‘તો હું નહિ પૂછું. તને શબ ક મૃતાત્મા કલ્પી શકતો નથી.’ ‘જીવતાં શબ નથી જોયાં ?' ‘જોવાં પણ નથી.’ ‘તો તને માતા ત્રિપુરસુંદરીની આણ છે જો તું તારા મનનો પ્રશ્ન મને ન કહે તો.’ ‘મારી ભૂલ થાય છે.’ ‘ભલે. સોગન ઊભા છે.’ ‘હું... હું... એમ...’ ‘અટકે છે કેમ ? હું ભૂંડામાં ભૂંડા પ્રશ્નોના ઉત્તર આપી શકું છું.’ ‘મને એમ પ્રશ્ન થાય છે કે...’ ‘કહે, જલદી કહે. મારી પાસે એનો ઉત્તર અને ઇલાજ પણ છે.’ ‘કે સ્ત્રી પાસે પુરુષ મસ્તક માગે તો સ્ત્રી આપે કે નહિ ?’ ‘જા ભૂંડા ! સ્ત્રીઓને પુરુષોએ ગાળ તો બનાવી છે, પણ આ ગાળ અસહ્ય બની જાય છે. જા તને જવાબ મળી રહેશે.' કહી બળપૂર્વક સમુદ્રકનારેથી કાંચનજંઘા પાછી ફરી સુકેતુને મૂકી આગળ ચાલી. સુકેતુને કાંચનજંઘાની સમસ્યા પૂરી સમજાઈ નહિ. તેને લાગ્યું કે કદાચ બીજે માર્ગે જઈ એ સમુદ્રમાં પડે તો ? ‘મને મૂકીને જાય છે ?’ સુકેતુએ તેની પાછળ જઈ પૂછ્યું. ‘છોડ મને, મારે માર્ગ જવા દે.’ ‘તને આમ કહ્યા પછી એકલી ન જ રહેવા દઉં.’ ‘હું મરીશ એમ તું માને છે ?’