પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


રણભૂમિ
 


આજ રાત્રે બે ગાઉ પાછા હઠો, અને પેલા પહાડનો આશ્રય લો. તુષાર્પે પોતાના સાથીદારોને કહ્યું. ઈરાની સૈન્યનો એ સેનાપતિ હતો. ઈરાનની સરહદ ઉપર દસ દિવસથી તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. રોમન સૈન્ય સરહદ તોડી આગળ વધવા ભગીરથ પ્રયત્નો કરી રહ્યું હતું. વિશ્વવિજેતાનો જુસ્સો રોમન સૈનિકોમાં અખૂટ બળ પ્રેરતો હતો. ઈરાને પણ પોતાના પૂર્વકાળના વિશ્વવિજયના ભણકારા સાંભળ્યા હતા અને એના સંભારણાં હજી રહ્યાં હતાં. રોમનોના ધસારા સામે ઊભા રહેવાની હિંમત પણ ખોઈ નાખે એવી નિર્બળતા ઈરાનમાં આવી ન હતી, પરંતુ રોમનોનાં અસંખ્ય કવાયતી લશ્કરો સામે લાંબા વખત સુધી ઊભા રહે- વાની પોતાની શક્તિમાં ઈરાનીઓને અવિશ્વાસ ઊપજવા માંડ્યો હતો. સંધ્યા સુધી યુદ્ધ ચાલુ હતું. ઈરાની સૈન્યે પાછાં પગલાં ન ભરવા નિશ્ચય કર્યો હતો. છતાં સેનાપતિએ બંને સૈન્યોની સ્થિતિ પરખી લીધી હતી. પહાડને આશ્રયે વધારે વખત ટકી શકાશે એમ તેની ધારણા હતી. વિશાળ રેતીભર્યા મેદાનમાંથી હજી યુદ્ધની ઘોષણાઓ આવ્યા કરતી હતી. અને માનવીઓની તથા ઘોડાઓની દોડાદોડી સંધ્યાસમયને પણ ખૂબ જાગૃતિ આપતી હતી. રેતીના ટેકરા અને લાકડાના મોરચા બંને બાજુએ બાંધેલા દેખાતા હતા. સૂર્ય રોમન શિબિરોમાં લાલચોળ બની અસ્ત પામ્યો. તુષાસ્ય એ જ સમયે પાછો ફરી પોતાના તંબુ પાસે આવી ઘોડા ઉપરથી નીચે ઊતર્યો અને તેણે રાત્રે પાછા હઠવા આજ્ઞા કરી. તુષાસ્પના હાથમાંથી લોહી નીકળતું હતું. તેને ભાલાનો આછો ઘાવ લાગેલો હતો. તંબૂ પાસે જ ઊભા રહેલા એક સૈનિકે તુષાસ્યના બખ્તરને ખસેડતાં કહ્યું : ‘નામવર, પાછા હઠવાની જરૂર નહિ રહે.' સ્વારવિહોણો તુષાસ્યનો અશ્વ હણહણી ઊઠ્યો. તેની આંખ ફાટી હતી. તેના કાન રણભૂમિની પ્રત્યેક ગર્જનાએ હાલી ઊઠતા હતા. આગલા પગથી તે કદી ભૂમિને ઉખાડી નાખવાને પ્રયત્ન કરતો હતો. માર્યા કે મર્યા વગર પાછા ફરેલા વીરનો ઉગ્ર અસંતોષ તે અનુભવતો હતો. તુષાસ્પે