પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૦:ક્ષિતિજ
 


ઘોડાને થાબડતાં સૈનિકને પૂછ્યું : 'કેમ ?' હિંદી સૈન્ય આવી પહોંચ્યું છે અને એ પહાડની પાછળ જ ઘડાયું નાખી રહ્યું છે.' ‘કોણે કહ્યું ?’ તુષાસ્પની આંખો ચમકી. ‘એક હિંદી સૈનિક તંબૂમાં જ બેસાડ્યા છે, આપની રાહ જુએ છે.' ‘બોલાવ.’ ‘તંબૂમાં જ રાહ જોતો સૈનિક આપોઆપ બાર આવ્યો. તેણે નમન કર્યું અને કહ્યું : ‘આર્ય સૈન્ય આપની પડખે ઊભું છે. શું કરવું એની સુકેતુ આજ્ઞા માગે છે.’ ‘હવે પાછા હઠવાનું નથી. હું સુકેતુના પડાવમાં આવી મળી જાઉ.' તુષાસે કહ્યું : ‘ના જી.’ એ જાતે જ અહીં આવે છે. અને આપના હાથમાં ઘાવ છે.' ‘તમારું સૈન્ય થાક્યું હશે.' ‘પણ આપ તો યુદ્ધમાં રોકાયા છો. એવો થાક હજી આર્ય સૈન્યને લાગ્યો નથી.' ‘ભલે. સુકેતુ ભોજન મારી સાથે લેશે.’ તુષાપે કહ્યું. મેદાનમાં યુદ્ધ અટકી ગયું લાગ્યું. રાત્રીનો અંધકાર વધતો હતો. અલબત્ત, મોટી મોટી મશાલો અને તાપણીઓના ભડકા આખા મેદાનને ભૂતાવળના વિલાસસ્થાનનું સ્વરૂપ આપતાં હતાં. એ અંધકારમાં સુકેતુ અને તુષાસ્યે મળી પ્રભાતના યુદ્ધની યોજના ઘડી કાઢી. હિંદી સૈન્યની રાહ જોયા કરતા એ સેનાપતિની નિરાશા અત્યારે ઓસરી ગઈ હતી. ધાર્યા કરતાં સહેજ મોડું થયું. ‘ સુકેતુએ યોજના ઘડી રહ્યા પછી કહ્યું. ‘આજે મેં આશા મૂકી હતી.' ધર્મ અને સ્ત્રી મારા માર્ગ વચ્ચે આવ્યાં.’ સુકેતુએ હસીને કહ્યું. ‘બંનેને દૂર કર્યું કે સાથે લીધાં ?' તુષાસ્મે હસતાં હસતાં પૂછ્યું. ‘લીધાં નથી. સાથે આવ્યાં હોય તો કોણ જાણે.' કહી સુકેતુએ આસપાસ જોયું. જાણે ધર્મ કે સ્ત્રીનો પડછાયો તેણે હમણાં જ પાછો જોયો હોય ! સુકેતુના આ આકસ્મિક અભિનયે તુષાસ્પના હૃદયમાં આશ્ચર્ય