પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૦૧
 


ઉત્પન્ન કર્યું. સુકેતુ જેવો જગવિખ્યાત વીર શું પડછાયાથી ડરતો હતો ? પરંતુ એક ક્ષણ એ વિચાર આવ્યો, અને બીજી જ ક્ષણે સુકેતુએ પ્રભાતમાં જ પોતાના સૈન્યને લઈ રોમનો ઉપર તૂટી પડવાની ખાતરી આપી એટલે તુષાસ્યને પોતાને જ વિજયનો ભણકાર સંભળાયો. જગત આખું પડછાયો કે ભણકાર તો નહિ હોય ? પાછા જતે જતે સુકેતુને પણ બેત્રણ વાર એમ લાગ્યું કે કોઈ સ્ત્રીનો પડછાયો તેના ઉપર પડી ગયો ! સ્ત્રીની ભ્રમણા જ એવી છે ! તેણે પોતાના વિશ્વાસપાત્ર અંગરક્ષકને કહ્યું : છે !' ‘આજ કેટલાયે દિવસથી મને આમ સ્ત્રીની ઝાંખી થયા કરે છે.' અંગરક્ષક આછું હસ્યો, પરંતુ તેણે કાંઈ જવાબ ન આપ્યો. ‘કેમ હસે છે ?’ સુકેતુએ પૂછ્યું. ‘કાંઈ નહિ.’ ‘તોપણ ? મારું કથન તને હસવા જેવું કેમ લાગ્યું ?' ‘આપની એક મોટી ભૂલ થાય છે.’ ‘શી ?’ ‘આપણા સૈન્યને સ્ત્રીઓથી બાર બાર યોજન છેટે રાખવામાં આવે ‘એટલે ?’ ‘એટલે એમ કે પછી શકસ્થાન જેવું - હીંગળાજ જેવું સ્ત્રીયા રાજ્ય જોવામાં આવે તો તેની ભ્રમણા પ્રત્યેક સૈનિકને રહ્યા કરે.’ ‘પણ હું શું સામાન્ય સૈનિક છું ?’ ‘ના જી. માટે જ આપને વચ્ચે વચ્ચે વિશિષ્ટ સ્ત્રીનો સહવાસ થવો જ જોઈએ.’ ‘ન થાય તો ?’ ‘તો પછી આપનાં યુદ્ધો સ્ત્રીસહવાસમાં જ બદલાઈ જશે.' ‘મારું મન શું એટલું અંકુશમાં નહિ રહે ?’ ‘અતિ અંકુશનું એક પરિણામ તો જોયું ને ?’ ‘શું ?’ ‘કે આપને આજ હાલતેચાલતે સ્ત્રીની ભ્રમણા થાય છે.' ‘બીજું કાંઈ ?’