પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૪:ક્ષિતિજ
 


ને ?’ ‘જી.' અંગરક્ષકોએ પરસ્પર સામે જોયું. એક અંગરક્ષકે ઘોડો આગળ લઈ સૈનિકોને ઊભા રાખ્યા. એમાંથી એક સૈનિકની શ્રેણી તોડાવી તે તેને સુકેતુ પાસે લઈ આવ્યો. સૈનિકે સસ્મિત નમન કર્યું. સૈનિક રૂપાળો હતો. તેનું કુમળું મુખ દૂરથી કોઈ યુવાન સ્ત્રીનો ભાસ આપતું હતું. પરંતુ તેની છટા તેના પૌરુષનો પૂરો ખ્યાલ આપતી હતી. ‘તું કોણ ?’ સુકેતુએ પૂછ્યું. 'જી, હું લાટ સૈનિક રુદ્ર.' રુદ્રના અવાજમાં પણ મીઠાશ હતી - પરંતુ તે સ્ત્રીનો કંઠ ન હતો. ‘હા. સુબાહુનો છેલ્લો સંદેશો લાવનાર, નહિ ?' જમીન અને દરિયાનાં લશ્કરો એકબીજાની સાથેના સંબંધ જાળવી રાખવા હોડીઓમાં સંદેશા મોકલ્યા કરતા હતા. તેમાં એક રુદ્ર નામનો લાટ સૈનિક પણ હીંગળાજથી નીકળ્યા પછી છેલ્લા મુકામે આવ્યો હતો એની સુકેતુને ખબર હતી. ‘હા જી.’ ‘આગળ વધો.’ નમન કરી રુદ્ર અને રોકાયલું સૈન્ય આગળ વધ્યાં. આખું લશ્કર પસાર થઈ મેદાનમાં ઊતરી આગળ વધવા ગોઠવાઈ રહ્યું હતું અને સુકેતુ ઘોડા ઉપર બેસી ઘાટમાં ઝડપથી ઊતરી રહ્યો હતો. ઘાટમાં જ તેણે પોતાના ઘોડાને એકાએક ઊભો રાખ્યો. પાછળ આવતા અંગરક્ષકે પોતાના ઘોડાને બહુ જ ચાલાકીથી રોક્યો. છતાં સુકેતુના ઘોડાને ખૂબ ઘસાઈને એ ઘોડો અધીરો બની ઊભો રહ્યો. પાણીદાર ઘોડાને આગળ વધતા અટકાવવા એ તેમની મશ્કરી કરવા જેવું હોય છે. ‘અરે, તેં કાંઈ સાંભળ્યું ?' પાછળ વળી સુકેતુએ સાથીને પૂછ્યું. મહામુસીબતે ઘોડાને રોકી રહેલા સાથીએ કહ્યું : ‘ના જી.’ તેના જવાબમાં જરા અણગમો હતો. મને કાંચનજંઘાનો અવાજ સંભળાયો.' ‘હશે. મને નથી સંભળાયો.’ ‘જરા આજુબાજુએ નજર કર.' અંગરક્ષકે બાજુબાજુએ નજર કરી ઃ ‘કોઈ નથી.' તેણે કહ્યું. ‘કહો, ન કહો, પણ એ સાધ્વી આપણી આસપાસ ફર્યા કરે છે.'