પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૦૫
 


સુતુએ ઘોડો આગળ લેતાં કહ્યું. ‘હશે. માન્ત્રિકો દેહને અદૃશ્ય રાખી શકે છે.' સાથીએ કહ્યું પરંતુ તેના મુખ ઉપર કોઈ દૃઢ નિશ્ચયની રેખા ઊપસી આવી. સૂર્ય હજી પૂરો ઊગ્યો ન હતો. પહાડે તેને પડદે રાખ્યો હતો. છતાં મેદાનમાં અજવાળું તો થઈ ગયું હતું. સૈનિકોનો ધસારો ચારે બાજુએથી શરૂ થયો. ઈરાની શિબિરોમાંથી ઈરાની સૈન્ય નીકળ્યું અને આર્ય સૈન્ય ભેગું આગળ ધસવા લાગ્યું. રોમન સેનાપતિને આટલા વહેલા ધસારાની ખાતરી ન હતી, ગઈ કાલના યુદ્ધમાં ઈરાનીઓનો હુમલો રોમનોએ બહુ જ આસાનીથી પાછો વાળ્યો હતો, એટલું જ નહિ, પણ સાંજ પડી જવાના કારણે જ ઈરાની મોરચા ઉપરનો હલ્લો મુલતવી રાખ્યો હતો. આજ તો ઈરાની સૈન્ય પાછું હઠે એવો જ સંભવ તેમણે સ્વીકાર્યો હતો. પ્રભાતમાં જ થયેલો ધસારો અને અજાણ્યા લશ્ક૨નો ઉમેરો જરા આશ્ચર્યજનક તો હતો જ. આર્યોનું સૈન્ય રોકવાના તેમના મુત્સદ્દીગીરીના પ્રયત્નો સફળ થયા ન હતા, અને જમીન તથા જળ માર્ગે સૈન્યો રોમનો સામે આવતાં હતાં તેની ખબર તો રોમનોને પડી ગઈ હતી. છતાં શક પ્રજા અને બૌદ્ધ ધર્મગુરુઓનો વિરોધ ભૂમિસૈન્યને અને ક્ષમાના પ્રયત્નો સમુદ્રસૈન્યને છિન્નભિન્ન કરવામાં સફળતા મેળવશે એની તેમને ખાતરી પણ હતી. કદાચ તેમ ન થાય તો બેત્રણ ધસારામાં આખું ઈરાન હલાવી નાખવાની તેમની યોજના આર્ય સૈન્યને આપોઆપ નિરર્થક બનાવી દે એમ રોમનોની ધારણા હતી. અને ઈરાનની ભૂમિનો એકાદ વર્ષનો કબજો આર્યાવર્તનાં વિજય દ્વાર ઉઘાડી આપે એ સંભવિત હતું. છતાં હિંદી સૈન્ય અણધાર્યું આવી પહોંચ્યું ! હિંદમાંથી તેમ જ શકસ્થાનમાંથી રોમનોના જાસૂસોએ ખબર મોકલી પણ નહિ મોકલી હશે તો તે રોમનોના દુશ્મનોએ પહોંચવા દીધી નહિ ! અગર ક્ષિ. ૨૬ – છતાં જગતવિજય માટે તૈયાર થયેલી રોમન સેના આવા અણધાર્યા પ્રસંગ માટે તૈયાર ન હોય એમ બને જ નહિ. રોમન રણશિંગું વાગ્યું અને સેનાનીઓ ઊભા થઈ ગયા. ટોપ કવચ તેમણે પહેરી લીધાં, આયુધ ધારણ કર્યાં અને બહુ જ વ્યવસ્થાપૂર્વક પોતપોતાનું સ્થાન તેમણે સંભાળી લીધું. અલબત્ત, સેનાપતિ અને બીજા નાયકોના તંબૂમાંથી બહાર નીકળેલી સુંદરીઓને ઝડપથી સુરક્ષિત મોરચા પાછળ મૂકવાની પહેલી તજવીજ થઈ ગઈ. રોમન સુંદરીઓ જોડે જ કાકુરસ્થ પ્રદેશની જગવિખ્યાત સૌંદર્ય ૧ ૧ કૉકૈસસ પર્વતનો પ્રદેશ