પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૮:ક્ષિતિજ
 


આગળ પહાડના ટુકડાઓ વીજળીની ગતિથી ઘોડેવારોના ધસારા આગળ પગપાળા ગેમન ભાલાધારીઓ નિળિ અને નિષ્ક્રિય બની જવા લાગ્યા. પગપાળા આર્યસૈનિકો પણ પાછળ ખમી ઘોડેસ્વારોને જ માર્ગ કરી આપતા હતા. મોરચા માટે ઊભાં કરેલાં માટી કે લાકડાનાં રક્ષણો, રેતીના ટેકરા, ખાડા એ સર્વ ઘોડેસ્વારોના ધાગે આગળ તૂટી ગયાં. રોમન ભાલાધારીઓની આખી ટુકડી કેદ પકડાઈ ગઈ જોકે સંકેતના બેત્રણ અંગરક્ષકો બહુ આગળ ધસી અદૃશ્ય થઈ ગયા હતા. પરંતુ રોમન ભાલાધારીઓની પાછળ સૈન્ય ક્યાં હતું ! દૂર દૂર પાછા જતા રોમનોને નિહાળી ઈરાની અને આર્ય સૈન્યે મહા પ્રબળ જયઘોષ કર્યા. આખું મેદાન એ જયઘોષના પડઘા પાડી ઊઠ્યું. રાતું પશ્ચિમ આકાશ લોહીભર્યા સૂર્યને સંતાડી દેતું હતું. એક તારો પણ આકાશમાં બીતો બીતો ઊગતો હતો. ‘આને વિજય ન માનશો.’ તુષાસ્યે સુકેતુને કહ્યું. ‘રોમ ન પહોંચીએ ત્યાં સુધી વિજય ન કહેવાય.' સુકેતુએ કહ્યું. ‘શાબાશ ! તો અત્યારે જ આગળ વધીએ. રોમનોની પાછળ એમની આખી ભૂમિ પડી છે. જેટલી ભૂમિ અત્યારે લઈશું એટલી આવતી કાલ આપણી બનશે.' તુષાસ્પના એક સાથીએ કહ્યું. ‘ઇચ્છા છે છતાં હું આગળ નહિ વધું.' ‘કારણ ?’ તુષાસ્મે પૂછ્યું. ‘આર્ય સૈન્યે એક સિદ્ધાન્ત સ્વીકાર્યો છે.’ ‘શો?’ ‘કે દુશ્મનો ઉપર રાત્રે હુમલો ન થાય.’ આર્ય સૈન્ય ભલે પાછળ રહે અને આરામ લે. અમારું પારસીકોનું સૈન્ય લઈ અમે આગળ વધીશું. અમારો એ સિદ્ધાન્ત નથી.’ તો તમે અમારી મૈત્રી ખોઈ બેસશો.’ ‘આ શી મૂર્ખાઈ ? હારતા દુશ્મનને આખી રાતની સગવડ આપવી છે?’ ‘એ જે કહો તે. અમારી સહાય અમારા સિદ્ધાન્તો પ્રમાણે અપાય છે. સુકેતુએ કહ્યું. ‘હું આપને વિનંતી કરું છું કે આ લાભ જતો ન કરો.’ ‘મારી ઇચ્છા હોય તોપણ મારાથી રાત્રે યુદ્ધ નહિ થાય.’