પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦:ક્ષિતિજ
 


ના ના; એ તો પેલો રુદ્ર ! તંબૂરક્ષણનું કામ અત્યારે તેનું હતું. ‘કેમ, રુદ્ર ! સુબાહુ આવ્યો ?' 'ના જી.' રુદ્રના કંઠમાં શું નારીકૂજન હતું ? સુકેતની એ ભ્રમણા, ‘તો પછી તું તંબૂમાં કેમ આવ્યો ?' બે રોમન વિષ્ટિકારો આવ્યા છે.' ‘સુબાહુ અને તુષાસ્પની ગેરહાજરીમાં તેમને કેમ મળાય ?’ ‘તુષાસ્યે જ તેમને આપની પાસે મોકલ્યા છે.' ‘વારુ. મોકલ અંદર.' ‘એક પુરુષ છે, અને એક સ્ત્રી છે.’ ‘સ્ત્રી પણ વિષ્ટિકાર ?’ ‘જી, રોમનોમાં તેમનું બહુ મહત્ત્વ છે.' ‘હું.’ રોમન શિબિરમાંથી જ હાથ આવેલી ત્રણ બાજઠો તંબૂમાં ગોઠવી સૈનિક રુદ્ર બહાર નીકળ્યો. બહાર નીકળતાં નીકળતાં રુદ્રે પોતાનો યુદ્ધજામો વગર કારણે પાછળથી નીચો ખેંચ્યો. સૈનિકનો પૃષ્ઠભાગ સ્ત્રી સરખો સ્થૂલ કેમ લાગ્યો ? સુકેતુને લાગ્યું કે યુદ્ધ પછી લગ્નનો વિચાર તેણે કરવો જ પડશે; ભલે સુબાહુ બ્રહ્મચારી રહે ! સંધિવિગ્રાહકો તંબૂમાં આવ્યા ઃ એક પુરુષ અને બીજી સ્ત્રી. બંનેની પાસે રોમન સેનાપતિની મુદ્રિકા હતી અને સુલેહનો સફેદ નાનકડો ધ્વજ તેમના હાથમાં હતો. સુકેતુએ માનપૂર્વક બંનેને આસને બેસાડી પૂછ્યું : ‘કો, અત્યારે રાતમાં કેમ આવવું પડ્યું ?” આવતી કાલ યુદ્ધ બંધ રાખવાની વિનંતી કરવા.' પુરુષ વિષ્ટિકારે કહ્યું. ‘મારા એકલાથી કાંઈ ન થાય, તુષાસ્યને પૂછવું જોઈએ.’ ‘એમને મળીને આવ્યાં. એ આપના ઉપર બધું છોડે છે.’ ‘પરંતુ સુબાહુ વગર હું કાંઈ કરી શકું નહિ.’ સુકેતુએ જવાબ આપ્યો. ‘સુબાહુના તમે ગુલામ છો ?' સ્ત્રીવિષ્ટિકારે ચંચળતાપૂર્વક કહ્યું. સુકેતુની ભ્રમર જરા સંકોડાઈ. ‘જે ગુલામ બનાવે તે ગુલામ બને. અમારા તંત્રમાં બિરાદરી સિવાય બીજું કાંઈ જ નથી.’ સખ્ત શબ્દો વાપરવા ઇચ્છા જતી કરી સુકેતુએ જવાબ આપ્યો.