પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રણભૂમિ:૪૧૧
 


હું તુષાસ્ય અને સુબાહુ બંનેને અહીં બોલાવી લાવું.’ પુરુષ વિષ્ટિકારે કહ્યું. ‘સુબાહુ ઘણે દૂર હશે.' ‘અમે ઘોડા ઉપર આવ્યાં છીએ; વધારે વાર નહિ લાગે.' ‘હું મારા દૂત મોકલાવું.' સુકેતુએ કહ્યું. ‘ભલે. પણ હું સાથે જઈ આગ્રહપૂર્વક વિનંતી કરીશ તો ફેર પડશે.' પુરુષ વિષ્ટિકારે કહ્યું. ‘અને હું તો થાકી છું. તમે આવો ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ.' સ્ત્રીવિષ્ટિકારે કહ્યું. પુરુષ બહાર ચાલ્યો ગયો. સુકેતુ પોતાના તંબૂમાં સ્ત્રીને એકલી નિહાળી ચમક્યો. ચમક્યો ? કે રાજી થયો ?' સુબાહુ સરખી નીચી નજર સુકેતુ રાખતો નહિ. સ્ત્રીઓ તેને ગમતી. અને સુબાહુનો એ પરમ આજ્ઞાધારક બન્યો તે પહેલા લાવણ્યની પાછળ નહોતો દોડતો એમ કહી શકાય નહિ. રૂપિપાસાના એક પ્રસંગની મુશ્કેલીમાંથી સુબાહુએ તેને કામરુ દેશની મુસાફરી વખતે ઉગારી લીધો હતો એ બહુ જુનો બનાવ ન કહેવાય. ચારેક વર્ષથી દરિયો સાચવવાનું માથે લેતા પહેલાં સુબાહુ અને સુકેતુએ પૃથ્વીપરિક્રમા કરી હતી. એમાં કૈંક અણધાર્યા પ્રસંગો ઊભા થઈ ગયા હતા. અને તેથી જ સુકેતુએ પોતાના મનને અને પોતાના કાર્યને સુબાહુનાં આજ્ઞાધીન બનાવી દીધાં હતાં. ‘તમે સ્ત્રીઓની માગણી કરી છે ?’ સ્ત્રીવિષ્ટિકારે પૂછ્યું. ‘ના જી. શા માટે ?’ ‘શા માટે તે તમે જાણો - અગર સહુ કોઈ જાણે.’ ‘અમારા સૈન્યમાં સ્ત્રીનો પ્રવેશ જ અશક્ય છે.’ માટે જ જરૂર પડે ને ?' ‘તમને કોણે કહ્યું ?' ‘તમારો એક અંગરક્ષક અમારા સૈન્યમાં કેદ પકડાયો. એણે કહ્યું કે સુકેતુને સ્ત્રીનો સંગાથ સ્વાસ્થ્ય આપશે.' ‘પછી ?’ ‘પછી શું ? હું જ વિષ્ટિ લઈને આવી છું.’ ‘એટલે ‘ ‘તમારો પ્રદેશ કલાહીન લાગે છે. શા માટે પ્રશ્ન કરો છો ? રોમનો સાથે સમાધાન કરો અને.... હું તમારી પાસે આવીને બેસું છું.' એમ કહી શસ્ત્ર રોમન યુવતી સુકેતુના બાજઠ પાસે પોતાનો બાજઠ ઘસડી લાવી.