પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨:ક્ષિતિજ
 


સુકેતુ અસ્વસ્થ બન્યો. ‘આપણે હજી દુશ્મનો છીએ.' સુકેતુએ કહ્યું. ‘દુશ્મનાવટ ટાળવા અમે ક્ષમાને મોકલી. ક્ષમાને સુબાહુએ સંતાડી તમે મને સંતાડી શકો છો.’ ‘તમારો ભ્રમ છે.' યુવતી હસી અને બોલી : ‘મેં તો સાંભળ્યું છે કે તમારો ધર્મ આખી સૃષ્ટિને ભ્રમ માને છે. મને પણ ભ્રમ માની લો ને ?' ‘તમને ભ્રમ માનું કે ભય માનું ?’ સહજ હસીને સુકેતુએ કહ્યું. વીજળીની ઝડપે રોમન યુવતીએ કમરમાંથી ખંજર ખેંચ્યું અને ‘રોમના દુશ્મનોને સર્વત્ર ભય છે. જુઓ !' કહી આંખ મીંચીને ઉઘાડતામાં તો તેણે સુકેતુના હૃદયમાં તે ભોંકી દીધું ! પણ... પણ... એ ખંજર અધવચ કેમ અટકી ગયું ? સુકેતુની ચામડી સુધી પણ કેમ ન પહોંચ્યું ? યુવતીનો હાથ એક વજબંધનમાં બંધાઈ ગયો હતો. કુમળો સૈનિક રુદ્ર તંબૂની કનાતમાંથી ક્યારનો તંબૂની અંદર આવી ગયો હતો. તેણે રોમન યુવતીના ઘાને આગળ વધતો અટકાવી સુકેતુના કાળજા સુધી પહોંચવા જ ન દીધો. ધાર્યું ન થતાં માનવી રાક્ષસ બની જાય છે. નિષ્ફળતાના આવેશમાં રોમન યુવતીએ સુકેતુ માટે ઉપાડેલું ખંજર રુદ્રના હૃદયમાં ખોસી દીધું ! રુદ્ર જમીન ઉપર ઢળી પડ્યો. ઘાના અસહ્ય દુઃખથી તેને મુખે પ્રથમ નિઃશ્વાસ આવી રહ્યો, પરંતુ તત્કાળ તેના મુખ ઉપર સ્મિત ફરી વળ્યું. તેણે કહ્યું : ‘સુકેતુ, સ્ત્રીએ મસ્તક તો નહિ પણ હૃદય કાપી આપ્યું !’ સુકેતુએ દેહમાં વીજળીની ખેંચ અનુભવી. રુદ્રના મુખમાં એને દેખાયા કરતી કુમાશ સાચેસાચ કાંચનજંઘાની જ કુમાશ હતી ! મહા ક્રોધથી વ્યાકુળ બની તેણે છટંગ મારી રોમન યુવતીનું ગળું પકડ્યું. ‘છોડી દે ! એ સ્ત્રી છે.’ આશા છૂટી. યુવતીનું ગળું દબાવી તેને પ્રાણહીન કરવા તૈયાર થયેલા સુકેતુએ સુબાહુનો કંઠ પારખ્યો. સુબાહુની આજ્ઞા છેવટના સંજોગોમાં પણ પાળવા ટેવાયલા સુકેતુએ એકાએક રોમન યુવતીના ગળા ઉપરથી હાથ ખસેડી લીધા. સુબાહુ, તુષાસ્ય અને થોડા સૈનિકો તંબૂમાં આવી ઊભા રહ્યા હતા. આવા પ્રસંગે એકાએક આજ્ઞા પળાઈ જતાં સુકેતુને પોતાની નિર્બળતા