પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૪:ક્ષિતિજ
 


હકીમને બોલાવીએ. પછી આપણે એને પારસીકપુરીમાં મોકલી દઈએ.’ 'હું આની સાથે જ જઈશ.’ સુકેતુએ કહ્યું. ‘પણ તારે તો નૌકા અને ભૂમિસૈન્ય સંભાળવાનું છે. હું એની સાથે જવા માટે છૂટો છું.' સુબાહુએ કહ્યું. સુકેતુ સુબાહુની સામે જોઈ રહ્યો. સુકેતુની આંખમાં અશ્રુ ઊભરાયાં. ‘આટઆટલી વખત મને માફી આપી. એક વધારે...' સુકેતુ આગળ બોલી ન શક્યો. સુબાહુએ તેની પાસે જઈ તેની આંખ લૂછી અને કહ્યું : ‘કાંચનજંઘાને જીવતી કર. એમાંથી કદાચ સંજીવની મળે. યુદ્ધમાંથી તો ઝેર મળતું જોયું !' ન ૧ ઈરાનનું મુખ્ય શહેર - ગ્રીક લેખકોએ પારસિપોલીસ તરીકે જાણીતું કરેલું તે