પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


ક્ષિતિજદર્શન
 


‘ઘા બહુ ઊંડો નથી.’ હકીમે બહુ મનન અને ધ્યાનને અંતે કહ્યું સુકેતુના મુખ ઉપર અજવાળાં ફેલાયાં. પ્રભાતસૂર્ય પણ હસતો હસતો ઊઠ્યો. પોતાના તંબૂમાં હકીમ અને બેભાન કાંચનજંઘાને મૂકી તે સભાગૃહ ગણાતા તંબૂમાં ગયો. ત્યાં સર્વ મહારથીઓ બેઠા હતા. તેમને એણે સમાચાર આપ્યા. ‘પણ આટલી ચોકસાઈ છતાં સૈન્યમાં કાંચનજંઘા આવી શી રીતે ?' કોઈએ પૂછ્યું. ‘મારા પ્રવાસના છેલ્લા સમાચાર મેં સુકેતુને રુદ્ર નામના નવા લાટનાવિક સાથે મોકલ્યા હતા. રુદ્ર રોમન ગુપ્તચરોના હાથમાં ફસાઈ પડ્યો. કાંચનજંઘાએ તેને છોડાવ્યો અને બદલામાં રુદ્રનો વેશ અને કાર્ય તેણે માગી લીધાં. રુદ્ધે જ આજ સવારે પાછા આવી મને આ કહ્યું.' સુબાહુએ ઉત્તર આપ્યો. ‘અને પેલા રોમન વિષ્ટિકારો પણ જુઠ્ઠા જ હતા.' એક સૈનિકે કહ્યું. ‘જુઠ્ઠા નહિ. વિષ્ટિકારોના સ્વરૂપમાં મારાઓ મોકલવાની પ્રથા અજાણી નથી. સેનાપતિએ જાણી જોઈને એમને મોકલ્યાં - જોકે પોતાના રાષ્ટ્ર માટે વગર આશાએ સાહસ કરવાની છૂટ સહુ સ્વીકારે છે.' તુષાસ્સે કહ્યું. ‘છતાં સાચા સંધિવિગ્રાહકો પણ આવી પહોંચ્યા છે, અને રોમન સૈન્યને પાછું ખેંચવાની શરત પણ લાવ્યા છે.' એક સૈન્યનેતાએ કહ્યું. ‘એ શરત સ્વીકારવી. રોમનોનો પીછો પકડી તેમને તેમના શહેરની હદમાં પૂરવા એ જ એમના આક્રમણનો સાચો જવાબ છે.' સુકેતુએ કહ્યું. ‘એટલે યુદ્ધ લંબાવવું, નિહ ?' સુબાહુએ પૂછ્યું. ‘બીજો શો ઇલાજ ? રોમન આફત નાબૂદ થાય ત્યાં સુધી તેની સામે ઝૂઝવું રહ્યું.’ તુષાસ્સે કહ્યું. ‘રોમન આફત ટળશે અને બીજી આફત આવશે.' સુબાહુએ કહ્યું. ‘એ સત્તાભૂખી રોમન વસ્તી સિવાય જગતમાં બીજી કયી આફ્ત છે?' તુષાસ્પ બોલ્યો.