પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૬:ક્ષિતિજ
 


‘મને જગતવિજયનો શૉખ છે. સુકેતુ તો એને માટે કમર કસી જ રહ્યો છે. આપ ઈરાનીઓને પણ યુનાન અને મિરર સુધીનો પ્રદેશ અજાણ્યો નથી. રોમ જાય અને બીજું કોઈ આવે !' સુબાહુએ કહ્યું. ‘તો આપની શી ઇચ્છા છે ?' ‘કાંઈ એવું કરીએ કે ફરીથી યુદ્ધ જ ન થાય !' સુબાહુએ કહ્યું. સહુ હસી પડ્યા. સુબાહુ ખરેખર તેમને હસાવતો હતો એવો ખ્યાલ હતો. ‘એ તો સાધુ બનીએ ત્યારે થાય.' કોઈએ કહ્યું. ‘એકલા નહિ. આખી માનવજાત સાધુ બને ત્યારે.' બીજાએ કહ્યું. ‘એમાં શી અડચણ ?’ સુબાહુએ પૂછ્યું. ‘સાધુઓમાં વિશ્વઘોષ ન જાગે એની કાંઈ ખાતરી ખરી ?’ સુકેતુએ કહ્યું. ‘તુષાસ્પ, આપની પડોશના જ એક સાધુનો બોધ સાંભળવા સરખો છે. અમારા “વસુધૈવ કુટુંબકમ્” મન્ત્ર સરખો જ એ બોધ છે.’ સુબાહુએ કહ્યું. ‘એ તો પેલા ઘેલા ઈસુની વાત કરે છે. એને એના દેશબાંધવોએ જ સપડાવ્યો.' એક જણે હસીને કહ્યું. ‘અને રોમનોએ તેને શૂળીએ ચઢાવ્યો.' ‘સાધુ થવું એટલે શૂળીએ ચઢવું, નહિ ?' એક ઈરાનીએ કહ્યું. સુકેતુ ચોંક્યો. કાંચનજંઘા શૂળીએ જ ચઢી હતી ને ? પારકાના સુખ માટે - પારકાને ઉગારવા માટે શૂળીએ ચડે એ જ સાધુ ! જગતમાં વધારે કાંચનજંઘાઓ હોય તો ? જગતમાં વધારે ઈસુઓ હોય તો ? અશોકે પણ પોતાની તલવાર જોતજોતામાં મ્યાન કરી જ હતી. ના ? નહિ તો એને જગત જીતવામાં વાર શી લાગત ? સુબાહુ એ જ માર્ગ ચીંધતો હતો, નહિ ? ‘શૂળીએ ચઢતાં સિદ્ધિ મળે તો શૂળીનીયે હરકત નહિ. પરંતુ ઈસુએ પ્રાણ ગુમાવ્યો અને યહુદીસ્તાન પરાધીન તો રહ્યું જ.’ તુષાસ્પે કહ્યું. સુબાહુએ કાંઈ જવાબ ન આપ્યો. જગતને હજી યુદ્ધ જ જોઈતું હતું; યુદ્ધ જ તેને સમજાતું હતું; યુદ્ધની ભાષા જ તેને આવડતી હતી. સુબાહુ એથી કાંઈ જુદી જ શોધમાં પડ્યો હતો. તેણે કહ્યું :

‘સંધિવિગ્રાહકોને બોલાવો.' એક સૈનિક બાર ગયો અને તેણે જા વીંટળાયેલા અર્ધ શસ્ત્રસજ્જ ઊંચા ગોરા અને પ્રભાવ પાડે એવા પાંચ રોમનોને તંબૂમાં