પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજદર્શન:૪૧૭
 


દાખલ કર્યાં. હાથ લંબાવી ગૌરવ ભરેલી ઢબે તેમણે સલામનો વિવેક કર્યો. સુબાહુ, સુકેતુ અને તુષાસ્ય સાદાં આસનો ઉપર બેઠા હતા. નમન સ્વીકારી તેમણે રોમનોને બેસવા વિનંતી કરી. વિષ્ટિકારો બેઠા અને તેમના એક આગેવાને કહ્યું : ‘અમે યુદ્ધ બંધ રાખવાની વિનંતી કરવા આવ્યા છીએ.’ ‘શા માટે યુદ્ધ બંધ રાખવું ?’ સુબાહુએ પૂછ્યું. ‘અમે આર્યાવર્તને દુશ્મન બનાવવા માગતા નથી.' વિષ્ટિકારે જવાબ આપ્યો. ‘હવે બનાવી ચૂક્યા છો. જલમાર્ગે આપ ન ફાવ્યા; હવે જમીનને માર્ગે આગળ વધો છો. આપની આંખ આવિર્ત ઉપર છે.' ‘એ આંખનો ભાવ મૈત્રીનો છે, શત્રુતાનો નહિ.' ‘તો આપ આખું રોમન સૈન્ય લઈ પારસીકો ઉપર કેમ તૂટી પડ્યા ?' ‘પારસીકો તો જગતના જૂના દુશ્મનો છે.' ‘આ યુદ્ધ પારસીકોનું છે. અમારું સૈન્ય તો પૂર્વ ઉપરના પશ્ચિમના આક્રમણ સામે પારસીકોને માત્ર સહાય જ આપે છે.’ ‘અને એ સહાય આપવામાં આપે રોમન મૈત્રીને ગણકારી નથી ?' ‘રોમન મૈત્રી ભયભરેલી લાગે છે.' શા માટે ? અમે માત્ર વ્યાપાર માગીએ છીએ, અને તે પ્રામાણિકપણે.’ વ્યાપારને બહાને આપને દરિયો જોઈએ અને આર્યાવર્તના બંદરો જોઈએ, નહિ ?’ ‘એ તો આપ લઈ લેવા માગો છો !' અરે લઈ જ લીધાં છે કહો ને !' બીજા વિષ્ટિકારે કહ્યું. 'ઠીક, એ કેમ લઈ લીધાં તે તમે જાણો જ છો. અત્યારે યુદ્ધ બંધ રાખવાનો પ્રશ્ન છે.' "આર્યવર્તના મિત્રોને આપ મિત્ર સ્વીકારો તો આગળની વાત કરીએ.' સુબાહુએ કહ્યું. ‘ા જી. અમે પારસીકો સામે પાંચ વર્ષ સુધી યુદ્ધવિરામ પાળીશું.’ વિષ્ટિકારે કહ્યું. ‘પાંચ જ વર્ષ કેમ ?’ ‘એથી વધારે લાંબી વિષ્ટિનો અમને અધિકાર નથી.’