પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૮:ક્ષિતિજ
 


'એટલું બસ છે. પારસીકોની સરહદથી આપ પાંચ યોજન દૂર રહે અને પાંચ વર્ષમાં એક પણ આક્રમણ ન કરો. હું આપના વ્યાપાર માટે એ સમય વીત્યે આર્યબંદરો ખુલ્લાં કરી આપીશ.' સુબાહુએ કહ્યું. ‘આપની ઉદારતા માટે આભારી છું. પણ એ પાંચ યોજનની સરહદવાળો પ્રદેશ કોનો રહેશે ?' વિષ્ટિકારે પૂછ્યું. ‘એના ઉપર અમારો અધિકાર રહેશે.' ‘એટલે ?’ વિષ્ટિકારે આશ્ચર્ય દર્શાવ્યું. તુષારૂ પણ જરા સુબાહુ સામે જોઈ રહ્યો. ‘એટલે એમ કે જમીન ઉપર ઝઘડનાર સમુદ્રસત્તાનો અંકુશ અનુભવે. મારું દરિયાઈ સૈન્ય એ સરહદ સાચવશે.' ‘સમુદ્રસત્તા તો અમારી પણ છે.’ વિષ્ટિકારે કહ્યું. તમારા ભૂમધ્ય સમુદ્રમાં; આર્ય મહાજળમાં નહિ.' ‘હું સમજું છું ત્યાં લગી...' ‘ઈરાનને બંને બાજુએથી અમે મૈત્રી આપીશું; એક પાસ શકસ્થાનથી અને બીજી પાસ આપની બંનેની સરહદ ઉપરથી.' અને એ શરત અમે કબૂલ ન રાખીએ તો ?’ તો આપ આપની છાવણીમાં પહોંચો ત્યાં સુધીનો યુદ્ધવિરામ.' ‘રોમન સત્તા એટલે શું એ આપ યાદ રાખીને શરત મૂકો તો તે વધારે સારી રીતે પળાય, નહિ ?' રોમન સત્તાને જ પ્રસરતાં આવડે છે. ખરું ?' આપ રોમનોને ઓળખો છો. આપે રોમ જોયું પણ છે. અમારા ન્યાયશાસન આપે આપની ભાષામાં ઉતાર્યાં છે એ હું જાણું છું. અમારા આબાદી વધારનારા મહામાર્ગો ઉપર આપે પ્રવાસ પણ કર્યો છે. અમે સત્તા નહિ, સંસ્કૃતિ વધારીએ છીએ. અમારો કહેવાતો સત્તાલોભ પણ સંસ્કૃતિવિસ્તારનો જ એક ભાગ છે.' સાચી સંસ્કૃતિ એ જ કે જે વગર સત્તાએ વિસ્તાર પામે. બાકી આર્યાવર્ત પાસે સત્તા વિસ્તારનાં સાધનો નથી એમ ન માનશો.' સુબાહુએ કહ્યું. ‘અને પારસીકો પાસે પણ.' તુષાસ્પ બોલ્યો. આ સંસ્કૃતિનો ઘમંડ જ આપણાં યુદ્ધનું મૂળ છે. આપની છોડેલી સરહદ ઉપર આપણે સંસ્કૃતિના મેળ સાધીએ તો કેવું ?' સુબાહુએ તુષાસનું વાક્ય સાંભળી વિચાર કરી પૂછ્યું.