પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજદર્શન:૪૧૯
 


‘કેવી રીતે ?’ રોમન વિષ્ટિકારે આછા તિરસ્કારથી પૂછ્યું. ‘આ પાંચે વર્ષ આ સરહદની વ્યવસ્થા એક સમિતિ કરે. એ સમિતિમાં સુબાહુ, તુષારૂ અને આપનો કોઈ રોમન ક્ષત્રપ સભ્ય બને.' સુબાહુએ કહ્યું. ‘અને પાંચ વર્ષ પછી ?' વિષ્ટિકારે પૂછ્યું. ‘પાંચ વર્ષને અંતે પણ જો આ સરહદનો પ્રદેશ સુખી ન થાય અને તેમને સંસ્કૃતિનો સુમેળ ન ફાવે તો પાછા યુદ્ધે ચઢજો.' સુબાહુએ કહ્યું. પાંચ વર્ષમાં તો કેટલાયે સંજોગો બદલાઈ જાય ! આર્યાવર્તની કૈંક પ્રજાઓને મેળવી લેવાય ! અને આવા તરંગમાં રમતા નેતાઓને અનેક છક્કડો ખવડાવી શકાય ! રોમન વિષ્ટિકારે આ યોજનામાં સંમતિ આપી. તુષાસ્ય અને સુકેતુને તો એકે ધસારે રોમ પહોંચી જવાની ઇચ્છા હતી; તે તેમણે વ્યક્ત પણ કરી. ‘રોમને બાળવું છે કે રોમને ભેટવું છે ?' સુબાહુએ કહ્યું. ‘આપણે રોમને નહિ બાળીએ તો રોમ આપણને પ્રજાળી મૂકશે.' સુકેતુએ કહ્યું. પાંચ વર્ષની મહેતલમાં આપણે આક્રમણકારોને ન ભેટીએ કે ન બાળીએ તો આપણે પોતે જ અગ્નિપ્રવેશ કરવો જોઈએ.' સુબાહુએ કહ્યું. અને અંતે યુદ્ધ બંધ કરવાનો સર્વાનુમતે નિશ્ચય થયો. રોમાને પચાસ-સાઠ ગાઉ દૂર જતા હતા, પહલવોની સરહદને રક્ષણ મળતું હતું અને આર્યાવર્તની રાજકીય અસરનો સ્વીકાર થતો હતો. માત્ર પંચવાર્ષિક યુદ્ધવિરામ સુબાહુને બહુ ટૂંકો લાગતો હતો. છતાં એમાં સુકેતુ અને તુષા- સ્પને ભાવિ તૈયારીઓ કરવા માટે અને રોમનોને રોકવા માટે પૂરતી અનુકૂળતા થઈ શકે એમ હતું. અને રોમનો આ ક્ષણે જીતે એમ રોમનોને પણ ખાતરી ન હતી. આર્ય નૌકાની માફક આર્ય ધનુષ્યબાણ પણ ભયજનક નીવડ્યાં હતાં. રોમનોની એક દિવસના યુદ્ધમાં ભારે ખુવારી થઈ હતી. વળી કાંચનજંઘાને ઘવાયલી મૂકી તત્કાળ આગળ વધવાની ઇચ્છા સુકેતુને પણ ન હતી ! સુકેતુ પણ આ વાત સમજી ગયો હશે ! સંધિપત્ર ઉપર સહી - મહોર થયા પછી સુકેતુએ સુબાહુને પૂછ્યું : ‘સુબાહુ, તારો બોલ પાળવો એ મારો નિશ્ચય છે. પરંતુ આ રોમનો સાથેની યોજનામાં મને પૂરી સમજ ન પડી.' ‘આ પાંચ વર્ષ હું તને એક પણ બોલ પાળવા માટે આપવાનો નથી.'