પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦:ક્ષિતિજ
 


સુબાહુએ જરા ગાંભીર્યથી જવાબ આપ્યો. કારણ ?' હું તારા વ્યક્તિત્વને ખૂબ રોધી રહ્યો છું. એ પાપ હવે વધારે વાર ચલાવવું નથી.' ‘જા, જા હવે હું સહજ બોલી ગયો તેનું આટલું બધું ખોટું લગાઇ છે . ખોટું ? તારા ઉપર ? જરાય નહિ. પણ... મને લાગે છે... કે આપણે જુદા પડીએ.’ ‘શું કહે છે તું ?’ સુકેતુ ચમકી ઊઠ્યો. ‘હું સાચું કહું છું. આ નૌકાસૈન્ય, સમુદ્રકિનારો અને આપણો સર્વ પ્રદેશ - શૂરિકથી અહીં સુધીનો - તું સંભાળ ‘અને તું ક્યાં જઈશ ?’ ‘હું પાંચ વર્ષ વનવાસ કરીશ.' ‘નાગવનમાં ?’ ‘ના. ઉલૂપીથી બિલકુલ દૂર થઈ જઈશ અને નર્મદા કે તાપીકિનારાના કોઈ વનમાં વસીશ.' ‘શા માટે પણ....' ‘આ માનવી વચ્ચેના યુદ્ધ હું સહી શકતો નથી.’ ‘તારા વનવાસથી એ અટકી જશે ?' “મને એમ લાગે છે. હું અને તું ભેગા રહીશું તો આખી પૃથ્વી ચાર્ક ચઢશે.’ ‘એમાં ખોટું શું ? તે રોમનોને જતા ન કર્યા હોત તો વર્ષ બે વર્ષમાં આપણે રોમ પહોંચી ગયા હોત.' ‘એથી કર્યો લાભ થાત ?’ ‘આપણે આખી માનવજાતને આર્ય બનાવત.’ યુદ્ધથી પ્રસરતી આર્યતા એ મહા અધમ અનાર્યતા છે. એ જ યુક્તિપ્રયુક્તિ! એ જ શોષણ ! એ જ આક્રમણ ! એ જ સંહાર ! એ જ ઘમંડ! અને એ જ ગુલામીના વિસ્તાર ! યુદ્ધમાં આર્ય અને અનાર્યના ભેદ રહેતા નથી. યુદ્ધમાત્ર અનાર્ય લીલા !' ‘રોમનો કરતાં આપણે શું વધારે સારું સામ્રાજ્ય ન સ્થાપી શકીએ?’ ‘સામ્રાજ્ય સ્થાપનાર સહુ કોઈ એમ જ માને છે અને મનાવે છે, હું યુદ્ધ વગર આર્યતાનું ચક્રવર્તીપણું શોધું છું.'