પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજદર્શન:૪૨૧
 


‘એ કદી મળ્યું છે ?' ‘અને યુદ્ધથી મળેલાં ચક્ર ક્યાં સુધી ચાલ્યાં ?' ‘ભાવિનો એટલો બધો ઊંચો જીવ શા માટે રાખવો ?' ‘આપણે ક્ષિતિજ અને ક્ષિતિજનીયે પાર જવું છે, નહિ ?' ‘એ જ આપણું ધ્યેય. અને જગત જીતી આપણે ક્ષિતિજમાં પહોંચી જઈશું.’ ‘અંહં. યુદ્ધે યુદ્ધે મારુ ક્ષિતિજ સંકોચાઈ જાય છે. મને લાગે છે કે આપણા ભાવિને પણ આપણે આપણા ક્ષિતિજમાં સમાવવું જોઈએ.’ ‘આપણું ભાવિ કેટલું ? વધારેમાં વધારે સો વર્ષ.’ ‘વ્યક્તિગત ભાવિ તો એટલુંય નહિ. કટાર વાગી હોત તો તારું ભાવિ ગઈ કાલ વસાઈ ગયું હોત.' ‘એ જે હોય તે. પણ હું તને એમ તો મારી પાસેથી નહિ જવા દઉં.’ ‘કહીશ તો હું તારી રાજ્યસીમામાં રહીશ.’ ‘તારા કરતાં મને રાજ્ય અને રાજ્યસીમા વધારે વહાલાં છે એમ તું ધારે છે ?’ રાજ્ય નહિ, પણ તારું ક્ષિતિજ - તારી ભાવના તને વધારે વહાલાં હોય જ.' ‘આ મારી તલવાર ! આ મારો ચંદ્રક ! આપણા એ બે રાજ્યવૈભવ - રાજ્યચિહ્નો ! લે. મારે એ ન જોઈએ.’ સુકેતુએ તલવાર અને જામા ઉપર લટકાવેલો રાજ્યચન્દ્રક સુબાહુના પગ પાસે મૂકી દીધાં. સુબાહુની આંખમાં કોઈ દિવ્ય આનંદની ઝલક ઝગમગતી હતી. ક્ષણભર બંને બંધુઓ એકબીજાની સામે જોઈ રહ્યા. સુબાહુ બોલ્યો : ‘તારું અને તારી ભાવનાનું બલિદાન માગું એવો હું સ્વાર્થી છું ?’ ‘સ્વાર્થી તો હું છું. તારા વગર હું જીવી શકીશ એમ તું માને છે ?’ ‘એ જ બંધન ! નહિ ?’ ‘સુબાહુ, તારે મારું બંધન ન જોઈએ તો તું જાણે. પણ મને એમ લાગશે કે સુબાહુ મને છોડી ગયો છે તે ક્ષણે સુકેતુ...’ ‘ખમ્મા, ભાઈ ! સુકેતુને મરવા દેવા સાચવ્યો નથી.’ ‘તો આ બધું તું શું કહે છે ? નૌકા, સમુદ્ર, રાજ્ય અને પ્રદેશ મને સોંપી તું મારા ભાઈથી મને છૂટો પાડવા માગે છે ? સુબાહુ, એ સઘળું તો હું એક પલકમાં ફેંકી દઉ અને પાછું મેળવું ! એની મને જરાય તૃષ્ણા નથી. પરંતુ... ક્ષિ. ૨૭