પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૨:ક્ષિતિજ
 


સુબાહુ ! તારા વગર મારાથી જિવાશે કેમ ?' સુકેતુની આંખમાં આંસુ ઊભરાયાં. કદી પણ અર્થે ઢાળ્યાં નથી એમ અભિમાનથી કહેનાર સુકેતુની પાંપણો મોતી ચમકાવી રહી. સુબાહ પાસે આવ્યો. ઉપરણાના એક છેડાથી તેણે સુકેતુની આંખ લૂછી. 'સુકેતુ, તું જ મને મારા અજાણ્યા માર્ગમાં ધકેલે છે. જે જગતમાં તા સરસા ભાઈ હોય તે જગતને યુદ્ધની જરૂર ક્યાં ? નથી તેં ભાગ માગ્યો. નથી તે સત્તા માગી, નથી તે વૈભવ શોધ્યો, અને મારે માટે - મારી આજ્ઞા પાળવા માટે તું જીવ્યો છે... લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ રામને જુદા જુદા ભાઈ હતા; મારે તો એ ત્રણે ભાઈ એકમાં સમાઈ ગયા છે... નિહ સુબાહુએ બહુ જ ધીમે ધીમે કહ્યું. ‘મારા વખાણની જરૂર નથી...' સુકેતુએ આંખો લૂછતાં કહ્યું. ‘હું આજ્ઞા કરું તો ?’ જરા કડક બની સુબાહુએ કહ્યું. ‘શી ?' જરા સંકોચ પામી સુકેતુએ પૂછ્યું. ‘કે...આવતી કાલ દિવિજય કરવા આપણે સૈન્યસહ નીકળવું.’ ‘દિવિજયમાં તું તારો નહિ પણ મારો આનંદ શોધે છે; મને એવી આજ્ઞા ન કરીશ.' ‘તો મારી ઇચ્છા સમજી લે. કાંચનજંઘાએ તારે માટે જીવ આપ્યો; એ જીવ તારે પાછો એને આપવો રહ્યો.' ‘એ બરાબર, પણ તેમાં તારે બધું છોડવાની જરૂર નથી.’ ‘હું છોડતો નથી. પાંચ વર્ષ માટે હું તને એ બધું સોંપું છું. તારી શક્તિ હોય તો દિવિજય કરી મને પૃથ્વીની ભેટ આપ; યોગ્ય ન લાગતું હોય તો જે છે એ સંભાળી રાખ, અને તેને સમૃદ્ધ બનાવ.' ‘અને તું ક્યાં જઈશ ?’ ‘હું દિગ્વિજયના મારા મનગોઠતા માર્ગ શોધીશ, અને હું દિગ્- વિજય કરીશ તો તારા પગ પાસે એ ભેટ મૂકીશ. સમજ્યો ? ‘આ બધું ઉલૂપીને પૂછ્યા વગર કરવું છે ?’ ‘ના. જગતમાં બે વ્યક્તિઓની સંમતિ હું માગું છું; એક તારી અને બીજી ઉલૂપીની.’ ‘ઉલૂપી મારા જેવી સુંવાળી નહિ હોય.’ ‘તારી માફક મારું હૃદય એ પણ સમજશે.’ ‘એક શરત. પ્રત્યેક વર્ષે એક વાર આપણે મળવું.' ‘તું રોમ પહોંચ્યો હોઈશ તો ?’