પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજદર્શન:૪૨૩
 

ત્યાંથી પણ હું આવીશ !' ‘વિજયની ક્ષણે તારી જરૂર હશે તો ?' ક્ષિતિજદર્શનઃ ૪૨૩ ‘વિજય જતો કરીને પણ તને જોઈ જઈશ.’ ‘ભલે. એ શરત આપણે પાળવી. તારાથી નહિ અવાય તો હું તને મળી જઈશ. મારી યુદ્ધવિરોધી શ્રદ્ધા તું જ વધારતો જાય છે !! કાંચનજંઘાની સારવારમાં રોકાયેલા સુકેતુ અને સુબાહુએ થોડા દિવસમાં સરહદની વ્યવસ્થા કરી નાખી, અને આર્ય સૈન્યને શકસ્થાન તથા ઈરાનની પશ્ચિમ સરહદ પાર ગોઠવી દીધું. નૌકાસૈન્ય ઈરાની અખાતમાં ડોલતું ફરતું રહ્યું. રોમનો પચાસથી સો ગાઉ દૂર જેટલો પ્રદેશ સોંપી પાછા હઠ્યા. ઈરાની શાહે સુબાહુ અને સુકેતુને મિત્રની પદવી આપી મૈત્રી કાયમ રાખવાના બધાય વ્યવહારો કર્યાં. ધન, જવાહિર કે રાજકન્યાઓનો સાભાર અસ્વિકાર કરતા આ મિત્રો આશ્ચર્ય અને હાસ્ય ઉપજાવી રહ્યા. રોમનોનો ભય પૂર્વમાંથી ટળી ગયો. અને એ ભય પાછો ન જાગે એ માટે મૈત્રી અને વ્યૂહ બંનેની ચોક્કસ ગોઠવણો થવા લાગી. અને એક દિવસ સુબાહુ થોડાં વહાણો સાથે આર્યાવર્ત જવા નીકળ્યો. ઈરાની અખાતને અઢળક પાણી પાતી પશ્ચિમ એશિયાની મહા નદીઓના મુખ ઉપરનું બંદર અને માનવીઓથી ઊભરાતું હતું. રોમ અને ઈરાનના શાહો તરફથી અમૂલ્ય ભેટો સુબાહુને ચરણે મુકાઈ. સહુની સાથે આનંદ અને પ્રેમથી વાતો કરતા સુબાહુએ પોતાના જ વહાણનો ઘંટનાદ સાંભળ્યો. હોડીમાં બેસી વાણમાં પહોંચવાનો સમય થયો. સુકેતુ ટોળાની પાછળ એકલો ઊભો હતો. સુબાહુ તેની પાસે ગયો અને તેને ગળે તેણે વાત્સલ્યભર્યો હાથ નાખ્યો. ‘જો, સુકેતુ ! કાંચનજંઘા સાજી થતી જાય છે. આજ ભાનમાં પણ આવી છે. એની આંખ ઓળખાય છે ? સુબાહુએ કહ્યું. ‘હવે તારે શું ? તું તો મને મૂકીને જાય છે.' સુકેતુએ કહ્યું. ‘એ જ ભૂલ થાય છે. તું મારો જગત-પ્રયોગ છે. તને ક્ષણ પણ નહિ ભૂલું.’ ‘હું.’ ‘કાંજનજંઘા માગે તેની ના ન પાડીશ, સંસ્કૃતિ-સમન્વયનો એ એક માર્ગ છે.’ ‘મને અપાતી શિખામણ તેં ઉલૂપીને અંગે પાળી હોત તો આજ તું વનવાસનો વિચાર ન કરતા.