પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ક્ષિતિજદર્શન:૪૨૫
 


આકાશ કરતાં પણ વધારે વિશાળ હૃદયાકાશ તેની મીંચેલી આંખ સામે વિસ્તરી રહ્યું ! એ હૃદયાકાશના દિગ્ગોલકનું ક્ષિતિજ અસંખ્ય માનવીઓથી ઊભરાતું હતું. કોણ કોણ એ હતાં ? પૂર્ણાનંદીવાળા ગુરુ, સમુદ્ર, મિત્ર, પર્યટનસાથી નૌકાચાલક, યુદ્ધવીરો, ક્ષમા, ઉલૂપી, સુકેતુ... પ્રદેશ જિતાય ? કે માનવી ? અને માનવીને મારી નાખી પ્રદેશ અને પ્રજા જીતવાં ? કે મરીને પ્રદેશ તથા પ્રજાને પોતાનાં બનાવવાં ? ‘સુકેતુ મરીને મારો બન્યો !' સુબાહુનું મન બોલ્યું.