પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮ : ક્ષિતિજ
 

________________

૨૮: ક્ષિતિજ આજ્ઞા આપી ક્ષમા પાણીમાં સરી ગઈ એ કોઈએ જોયું નહિ. અંધકાર ઓછો થતામાં તો લગભગ તે કિનારા પાસે આવી પહોંચી હોડીઓ આગળ વહી ગઈ હતી અને સૈનિકોના હોકાર અસ્પષ્ટ બનતા જતા હતા. ક્ષમાએ સ્મિત કર્યું, પોતાની ઝડપ જરા ઓછી કરી અને પાછળ નજર ફેરવી. તેની તદ્દન નજીક પગ આગળ કોઈ ઝડપથી ધસી આવતું હતું ! ક્ષમાને કાને બૂમ સંભળાઈઃ ક્ષમા ! સંભાળ.” એ જ સુબાહુની બૂમ ! ક્રોધભર્યા નેત્ર કરી, અધર કચરી તેણે કટાર કાઢી, અને એક ક્ષણમાં પગ આગળ ધસી આવતા દુશમનના દેહમાં ભોંકી દીધી. દુશ્મન અને કટાર બંને અદૃશ્ય થઈ ગયાં. ક્ષમાનું હૃદય હસી રહ્યું. તેના મનમાં ઉદ્ગાર ઊઠ્યા : હવે ફરી કહેજે સંભાળવાનું.” તેના હસતા હૃદયને હસતો પાછળથી આવતો ઉદ્દગાર સાંભળી તે સ્થિર બની ગઈ શાબાશ! શો સાફ ઘા તું કરી શકે છે !' વાક્ય પૂરું થતાં બરોબર તેણે સુબાહુની આકૃતિ પોતાની નજીક • દીઠી અને આવેશમાં તે પુકારી ઊઠી : સુબાહુ ! તું હજી મર્યો નથી ? ના, પરદેશીઓને મારા દરિયાની પાર નહિ કરું ત્યાં સુધી હું જીવતો રહીશ.” સુબાહુએ જવાબ આપ્યો. ‘ત્યારે મેં કટાર કોને મારી?” એક મગરમચ્છને. ચાલ, સારું થયું. મારે હથિયાર વાપરવું પડ્યું.” કેમ? “તને પકડી હોત તો મારે છોડાવવી પડત ને ?' મને ? તારા દુશ્મનને ? શા માટે? અમાનુષી દુશ્મન આગળ આપણે માનવ દુશ્મનો મિત્ર બની જઈએ છીએ, નહિ ? વાવાઝોડામાંથી જેમ તને બચાવી તેમ.” મારે તારાથી નથી બચવું. તું મને કોણ બચાવનાર ?' ‘ઝડપથી કિનારો પકડ. જો પેલો બીજો મગર ધસી આવે છે !'